Back

નેત્રંગ : કોરોના વાયરસ ને લઈને સાવચેતી દખાવી ને ગ્રામપંચાયતે હટબજાર બંધ રખવ્યો.

રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

ગૃહિણીઓને તાજુ અને સસ્તું શાકભાજી નહિ મળતા ચિંતા નો માહોલ.

જો કે એકલ દોકલ શાકભાજી વેચનારો પાસે શાકભાજી લેવા માટે પડાપડી નો માહોલ.

કોરોના વાયરસ ને લઈને તેનો વધતા પ્રભાવને લઈને રાજ્ય સરકાર દ્વારા સાવચેતી ના પગલાં આરોગ્ય સુખાકારી ને લઈને રહી છે. ત્યારે નેત્રંગ ગ્રામપંચાયત ના મહિલા સરપંચ દ્વારા પણ સાવચેતી ના પગલાં રૂપે ગામમાં ભરાતો મંગળવારી હાટ બજાર બંધ રાખવતા ગૃહિણીઓ તાજું અને સસ્તું શાકભાજી નહિ ખરીદી શકતા ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

તો બીજી તરફ હતબજાર ખાતે અજાણતા માં એકલ દોકલ શાકભાજી વેચનારાઓ પાસે શાકભાજી ખરીદી કરવા પડાપડી જોવા મળી હતી.

દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે દિલ્લી, કર્ણાટક, મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાંય રાજ્ય સરકારે કોરોના વાયરસ ના વધતા પ્રભાવને જોતા તા.૧૬મી માર્ચ થી લઈને ૩૧મી માર્ચ સુધી શાળા,કોલેજો,મલ્ટીપ્લેક્સ,ટ્યુશન ક્લાસીસ, આંગણવાડીઓ બે સપ્તાહ સુધી બંધ રાખવાનો આદેશ જારી કરેલ છે. તેમજ જાહેર સ્થળો પર મેળાવડા તેમજ ધાર્મિક કાર્યક્રમ બંધ કરાવ્યા છે.

ત્યારે સરકારે લોકોને ભીડભાડવાળી જગ્યાએ ન જવા અપીલ કરી છે.ત્યારે નેત્રંગ ગામમાં દર મંગળવારે ભરતા હાટબજાર માં તાલુકાના ૭૮ ગામની આમ ગરીબ જનતા થી લઈને અન્ય તાલુકા તેમજ આજુબાજુ જિલ્લા ની જનતા હાટબજાર માં સારું સસ્તું પોતાને પોસાય તેવા ભાવે મળતી જીવન જરૂરિયાત ની તમામ ચીજવસ્તુઓ ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટે છે.

હાલમાં કોરોના વાયરસ ને લઈને સાવચેતી ના પગલા રાજ્ય સરકાર જન આરોગ્ય ના સુખાકારી માટે ભરી રહી છે. તેના અનુસંધાનમાં નેત્રંગ ગ્રામપંચાયત ના મહિલા સરપંચ સીમાબેન બાલુભાઈ વસાવા દ્વારા ગામમાં ૧૭મી માર્ચ ને મંગળવાર ના રોજ ભરતા હાટબજાર ને બંધ રાખવાનો નિર્ણય ગામની તેમજ તાલુકાની પ્રજાના આરોગ્યની સુખાકારી ને લઈને લીધેલ નિર્ણય ને લોકોએ તેમજ પ્રજાને આવકર્યો છે.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..