Back

નેત્રંગ : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજવીઓનું મ્યુઝીયમ બનાવવા બાબતે રાજપૂત સમાજના આગેવાનો એ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

“જો મારો દેશ આઝાદ થયો હોય તો મારા અઢારેય પાદર ઓળ ઘોળ છે, મારે કાંઇ જોઈએ નહીં. લાવો પહેલા હું સહી કરી દઉં .” : મહારાજા કૃષ્ણકુમારસિંહજી (ભાવનગર) નો મા.સરદાર સાહેબ સાથેનો એક સંવાદ.

નેત્રંગ તાલુકા ખાતે આજ રોજ રાજપૂત સમાજના આગેવાનો દ્વારા નર્મદા જિલ્લામાં આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના મહાન દાતાર રાજવીઓનું મ્યુઝીયમ બનાવવા બાબતે નેત્રંગ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું.

આપણાં દેશમાં મહાપુરૂષો તેમજ દાનવીરોનું સન્માન કરવાની એક આગવી પરંપરા રહી છે. આઝાદી બાદ માં  સરદાર સાહેબના પ્રયત્નોથી વિવિધ અલગ અલગ રજવાડાઓમાં વહેંચાયેલો ભારત દેશ અખંડ રાષ્ટ્ર બન્યુ. દેશને અખંડ રાષ્ટ્ર બનાવવામાં સમગ્ર રજવાડાઓના ઉદારતા તેમજ રાષ્ટ્ર પ્રેમ દાખવી પોતાના રજવાડાઓને હસતા મુખે અર્પણ કર્યા હતા. આ તમામ મહાન પ્રજાપ્રેમી , પ્રજા વત્સલ દાનવીરોનું સન્માન જળવાય અને તેમની આ અપ્રતિમ ત્યાગભાવનાને સમગ્ર દેશ યાદ રાખે તે માટે કાંઈક કરવું એ આપણી સામુહીક જવાબદારી તેમજ પરમ કર્તવ્ય છે.

તે અંતર્ગત કેવડીયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનારા પર રજવાડાઓના રાજવીઓ વિશે પ્રજાને જાણકારી આપતું તેમજ તેમણે ઇતિહાસને ઉજાગર કરતું શ્રેષ્ઠ મ્યુઝીયમ બનાવવાની હતી. દેશના વડાપ્રધાનશ્રીએ આ બાબતની જાહેરાત કરતાં ને એક વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં કોઈ નક્કર કામગીરી જોવા મળેલ નથી જે દુઃખદાયક છે.

હાલ ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન અમારી ઉપરોક્ત માંગણી આપના થકી સરકારશ્રી સુધી પહોંચે અને એ દિશામાં કોઈ નક્કર કામગીરી થાય તેવી નેત્રંગના તેમજ અન્ય  રાજપૂત સમાજોની આશા છે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ભવાની સેના ના પ્રમુખ કનકસિંહ રાણા તેમજ કરણી સેના ના પ્રમુખ શ્રી મનોજસિંહ પરમાર અને નેત્રંગ તાલુકાના રાજપૂત સમાજ ના આગેવાનો હજાર રહ્યા હતા.


નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..