Back

નેત્રંગ : આરોગ્ય વિભાગ કોરના વાયરસ ને લઈને કઈ રીતે એલર્ટ.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ ની આદર્શ નિવાસી શાળામાં ૩૦૦ બેડનો કોરેન્ટાઇન વોર્ડ ઉભો કરાયો.

૪ તબીબો, ૮ એમ.પી.એચડબ્લ્યુ, ૮ એફ.એચ.ડબ્લ્યુ, અને ૨ એમ્બ્યુલન્સ ૨૪ કલાક કાર્યરત રહેશે.

કોરોના વાયરસ ને લઈને રાજ્ય સરકાર દ્વારા જન આરોગ્ય ના સુખાકારી ને લઈને કેરલ આદેશ નું પાલન તાત્કાલિક નેત્રંગ આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા અમલ કરીને આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ૩૦૦ બેડનો કોરેન્ટાઇન વોર્ડ ઉભો કરાયો છે. જ્યાં ૨૪ કલાક તબીબ સેવા આપવા કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે.ત્યારે કોરોના વાયરસ થી ગુજરાત પણ બાકી રહી શક્યુ નથી. ત્યારે આ ભયંકર મહામારીના રોગ સામે તેનો પ્રતિકાર કરવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવી રહી છે.

કોરોના વાયરસ નો ત્રીજો રાઉન્ડ અતિભયંકર હોવાને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં તેમજ તાલુકા મથકો એ કોરેન્ટાઇન વોર્ડ તાત્કાલિક ઉભા કરવામાં આવી રહ્યા છે.

જેના અનુસંધાન માં બ્લોક હેલ્થ કચેરી(આરોગ્ય વિભાગ) ના ડૉ.એ.એન.સીંગ તેમજ આરોગ્ય વિભાગ નો સ્ટાફ તેમજ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તબીબો દ્વારા તાત્કાલિક ધોરણે નેત્રંગ ગામમાં નેત્રંગ-વાલિયા રોડ પર આવેલ સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે તા
૧૬મી માર્ચ થી લઈને ૩૧મી માર્ચ ૨૦૨૦ સુધી ના દિવસો માટે ૩૦૦ બેડ નો કોરેન્ટાઇન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. ત્યાં સતત ૨૪ કલાક આરોગ્ય વિભાગ ના ૪ તબીબો, ૮ એમ.પી.એચ.ડબ્લ્યુ, ૮ એફ.એચ.ડબ્લ્યુ, અને ૨ એમ્બ્યુલન્સ ને રાખવામાં આવી છે. ઉપરોક્ત તમામ આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ કોરોના વાયરસને લઈને સતત ૨૪ કલાક ખડેપગે રહી પોતાની ફરજ બજાવશે.

કોરોના વાયરસને લગતી બીમારી કે શંકાસ્પદ કેસ હોઈ તો તેવા દર્દીઓને તાત્કાલિક ઉપરોક્ત જગ્યાએ કોરેન્ટાઇન વોર્ડ ખાતે લાવવા માટે બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. એ. એન.સીંગ દ્વારા જાણવા મળ્યું છે.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..