Back

નેત્રંગ : પોલીસ તેમજ બ્લોકહેલ્થ વિભાગ ની પ્રસંશનીય કામગીરી થી ગામના દરેક વિસ્તારમાં ટિમો નું અભિવાદન કરાયું.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ ગામમાં જનતા કરફ્યુ દરમિયાન પોતાની જાનની પરવા કર્યા વિના જે પ્રસંશનીય કામગીરી કરવામાં આવતા ગામવાસીઓ એ અભિવાદન કર્યું.જેથી તેઓ માં ઉત્સાહ જોવા મળ્યો.હાલ જ્યાં જુઓ ત્યા જે એકજ ચર્ચા જોવા મળી રહી છે જે કોરના વાયરસ. કોરોના વાયરસે જ્યારે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે.

ત્યારે કોરોના વાયરસ થી ગુજરાત પણ બાકી રહી શક્યુ નથી. ત્યારે આ ભયંકર મહામારીના રોગ સામે તેનો પ્રતિકાર કરવા માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ જયારે ૧૯મી માર્ચ ૨૦૨૦ ના રોજ રાત્રે ૦૮:૦૦ કલાકે જે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.જેમાં એક "જનતા કરફ્યુ" ૨૨મી માર્ચ ૨૦૨૦ ના રોજ સવારે ૦૭:૦૦ થી રાત્રી ના ૦૯:૦૦ કલાક સુધી ઘર ની બહાર નહીં નીકળવા માટે અપીલ કરી હતી. તેમજ સાંજે ૦૫:૦૦ કલાકે ૫ મિનિટ સુધી સૌ પોત પોતા ના ઘર ના પટાંગણમાં તેમજ ગેલીરી માં ઊભા રહી જે બ્લોકહેલ્થ તેમજ પોલીસ કર્મીઓ પોતાની જાનની પરવા કર્યા વિના આપણી સુખાકારી માટે ખડે પગે ઉભા રહેલ તમામ નો જનતા તાળી, થાળી-વેલન,શંખ નાદ,ઘંટળી વગાડીને તેમની કામગીરી ને બિરદાવવા અભિવાદન કરવામાં આવે તે અપીલ કરી હતી.

તો નેત્રંગ ગામમાં પણ  ૨૨મી માર્ચ ૨૦૨૦ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે  "જનતા કરફ્યુ" ની અપીલનું સમર્થન કરીને કોરોના વાયરસ (Covid-19)ના રોગચાળાનો પ્રસાર અટકાવવા તથા તેને સંબંધિત કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ/અધિકારીઓ/તબીબી કર્મચારીઓ/પોલીસ કર્મચારીઓ તથા અન્ય લોકોનું તાળીઓ પાડીને,થાળી વગાડી ને તેમના કાર્યને બિરદાવી અભિવાદન કર્યું હતું.

નેત્રંગ ગામમાં લોક જાગૃતિ લાવવા માટે પ્રેટોલિંગ ગત રોજ જ્યારે ૦૫:૦૦ કલાકે જ્યારે ગામના નેત્રંગ સરકારી સહમૂહિક આરોગ્ય કેન્દ્ર થી લઈ ચાર રસ્તા, જવાહરબજાર, ગાંધી બજાર,જીનાબજાર થઇ સહમૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પરત ફર્યા હતા. જેમાં ૧૦૮ ની નેત્રંગ-૧ અને નેત્રંગ-૨,તેમજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.બી.એસ.ગામીત તેમજ નેત્રંગ સહમૂહિક આરોગ્ય કેન્દ્ર ના ડૉ. સંજય કાછડ સહિત બ્લોકહેલ્થ ના મુખ્ય ઓફીસર એ.એન.સીંગ સહિત સમસ્ત બ્લોકહેલ્થ ના કર્મચારીઓ તેમજ પોલીસ કર્મીઓની કામગીરી ને બિરદાવવા માટે તાળીઓ પાડી,થાળી અને વેલન વગાડી ને તેમના કાર્યનું ગામલોકો એ અભિવાદન કર્યું હતું.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..