Back

નેત્રંગ : મુસ્લિમ યુવકે હિન્દૂમિત્ર ની યાદમાં બે નનામી હિન્દુસમાજને આપી સાચી શ્રદ્ધાંજલિ આપી.

રિપોર્ટર, નેત્રંગ તાલુકો

પટેલ બ્રિજેશકુમાર બી.

૭૪૯૦૯ ૫૩૯૦૯


નેત્રંગ ગામના એક મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ મિત્રના અવસાન બાદ તેની યાદમાં હિન્દુ લોકોને ઉપયોગી બને તે માટે બે નનામી હિન્દુ સમાજને આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ગામમાં કોમી એકતાની મિશાલ કાયમ કરી ને માનવતા ની મહેક પ્રસરાવી છે.


નેત્રંગ ગામમાં ડેડીયાપાડા રોડ વિસ્તારમાં રહેતા અને ભરૂચ એસ.ટી વિભાગ ના ઝઘડીયા ડેપો ખાતે એસ.ટી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. તેવા કે જેઓ એ પ્રથમ નોકરી ભારતીય સેનામાં કરી હતી. 


તે દિલીપસિંહ નરપરસિંહ અટોદરિયા જેઓ છેલ્લા પાંચ વર્ષથી મગજના જ્ઞાનતંતુ ની નસો સુકાઈ જતા બીમાર પડતા તેઓના ગાઢ મિત્ર ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય અને ખત્રી સમાજના અગ્રણી કુટુંબના વેપારી એવા ઉવેશભાઈ ગુલામભાઈ ખત્રી કે જેઓ બંને છેલ્લા ૨૫ વર્ષથી ગાઢ મિત્ર દિલીપસિંહ ને ગંભીર બિમારીમાંથી સારો કરવા માટે ઉવેશભાઈ ખત્રી અંકલેશ્વર,સુરત,બરોડા,અમદાવાદ સહિત બે બે વખત પ્લેન દ્વારા દિલ્હીના ના નામાંકિત ડોક્ટરો પાસે લઈ જઈને ડોક્ટરોને વિનંતી કરતા કે આ મારા પરમમિત્ર અને આ મગજ ગંભીર બીમારી માંથી બચાવો. પરંતુ મિત્ર ઉવેશ ખત્રી સહિત દિલીપભાઈ ના પરિવાર ના સભ્યો દ્વારા રાત-દિવસ જોયા વગર લોકો કહે ત્યાં લઈને જતા હતા. 


પરંતુ મિત્ર તેમજ પરિવાર છેલ્લી ઘડી સુધી સારો કરવાના પ્રયત્નો કર્યા હતા.એ એડે ગયા અને તારીખ ૯મીફેબ્રુઆરી  ના રોજ દિલીપસિંહ નું આ ગંભીર બીમારીને કારણે અવસાન થતા.મિત્ર ઉવેશભાઈ ખત્રીએ તેની યાદમાં તેમ જ સાચી શ્રદ્ધાંજલિ તેને ગામમાં હિન્દુ સમાજને અંતિમયાત્રામાં એક ખાસ જરૂરી એવી બે સ્ટિલ ની નનામી ગ્રામ પંચાયતને

અર્પણ કરી છે.અને ગામમાં કોમી એકતાની મિશાલ કાયમ કરી છે.


ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં સી.એ.એના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ભારે હિંસા ચાલી રહી છે.તેવા સંજોગોમાં મિત્રને યાદ માં એક ઉમદા કાર્ય કરીને માનવતા ની મહેક ઉવેશભાઈ ખત્રી એ ફેલાવી છે. ત્યારે મિત્ર દિલીપસિંહ  

 અટોદરિયા ના પરિવાર સહિત નેત્રંગ ગ્રામપંચાયત ના સરપંચ સીમાબેન વસાવા તેમજ હિન્દુ હિન્દૂ સમાજે ઉવેશભાઈ ખત્રી નો આભાર વ્યક્ત કર્યો છે.


નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..