Back

નેત્રંગ : કોતરડામાં ગંદા - ખાડકૂવા નું પાણી છોડતા રહીશો હેરાન પરેશાન.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

કોરોના સાથે બીજા ડેંગ્યુ કે જેરી મેલીરિયા જેવા જીવલેણ રોગ થશે તો તંત્ર જવાબદાર રહેશે ખરું .....?

નેત્રંગ ગામમાં આવેલ ગાંધીબજાર ના ડબ્બા ફળીયા વિસ્તારમાં આવેલ એક કોતરડામાં ગંદા - ખાડકૂવા નું પાણી છોડતા રહીશો હેરાન પરેશાન થઈ રહી છે.

નેત્રંગ ના ડબ્બા ફળીયા વિસ્તારમાંથી વરસાદી - કુદરતી પાણીના નિકાલ માટેનું કોટરડું પસાર થાય છે. જે સીધું નેત્રંગ માં આવેલ અમરાવતી નદીમાં જઈ મળે છે. નદીના કિનારેજ નેત્રંગ ગ્રામપંચાયતનો પાણીનો કૂવો આવેલ છે. જેમાંથી ઘણા વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

છેલ્લા કેટલાક સમયથી આ કોતરડામાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવે છે. સાથે-સાથે ઉપરનાં વિસ્તારના લોકો આ કોતરડામાં પોતાના ખાળકુવાનું નું ગંદુ અને દુર્ગંધ વાળું પાણી મોટર ની મદદ થી આ કોતરડામાં છોડે છે. જેથી કોતરડું ગંદકી થી ખદબદે છે. સવાર-સાંજ તેમાંથી ભયંકર દુર્ગંધ(વાસ) આવે છે. એટલુ જ નહીં મચ્છરોનો પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉપદ્રવ વધી ગયો છે. જેથી રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે.

આ ગંદુ પાણી નદી કાંઠે આવેલ પીવાના પાણીનો કૂવો છે. જેમાંથી ઘણાય વિસ્તારોના લોકો પાણી પીવે છે. જો વહેલી તકે કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવે તો ભયંકર રોગચાળો ફેલાવવાણી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ આવે છે. ગ્રામપંચાયત ના સત્તાધીશો ને વારંવાર આ સંદર્ભે મૌખિક રજૂઆત કરવા છતાં યોગ્ય પગલાં લેવાતા નથી. વહેલી તકે આ બાબતે નિર્ણય લઈ નિવારણ લાવે તેવી ડબ્બા ફળિયાના રહીશો ની માંગ ઉઠી છે.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..