Back

નેત્રંગ : ગ્રામપંચાયત દ્વારા ગામને કરાયું સેનેટાઇઝ.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ ગામે કોરોના વાયરસથી બચવા આખા ગામમાં પંચાયત દ્વારા ઠેરઠેર દવાનો છંટકાવ કરી સેનેટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી. નેત્રંગ ગ્રામપંચાયતે જે  હાલ કોરોના વાયરસે વિશ્વભર સહિત ભારત દેશમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે  નેત્રંગ ગામમાં પણ કોરોના વાયરસનો પગપેસારો ના થાય તે હેતુ થી નેત્રંગ ગ્રામ પંચાયત વિવિધ પગલા લઇ રહી છે. તે અંતર્ગત આજ રોજ નેત્રંગ ના મુખ્ય બજાર , તમામ શોપીંગ કોમ્પલેક્ષો , ફળીયાઓમાં દવાનો છંટકાવ કરી સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી હતી. આ સેનેટાઇઝ ની કામગીરીમાં  પત્રકાર એક્તા સંગઠન ના નેત્રંગ તાલુકાના પ્રમુખ પ્રદીપભાઈ ગુજ્જર દ્વારા ૨૫૦ લિટર દવાનું આયોજન ગ્રામપંચાયત ને કરી આ કાર્યમાં સહયોગ કર્યો હતો.  નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા સેનેટાઇઝની કામગીરી કરતા ગામલોકોમાં ખુશી ફેલાઇ જવા પામી હતી .

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..