Back

નેત્રંગ : વન વિભાગે ખેરના લાકડા ભરેલ ટેમ્પા ને બાતમી ના આધારે ઝડપી પાડ્યો.

રિપોર્ટર, નેત્રંગ તાલુકો

પટેલ બ્રિજેશકુમાર બી.

૭૪૯૦૯ ૫૩૯૦૯ 


૫૦,૦૦૦/- ના ખેર ના લાકડા સહિત ૪,૦૦,૦૦૦/- આયસર ટેમ્પો થઈ કુલ્લે ૪,૫૦,૦૦૦/- ના મુદામાલ સહિત એક ની અટકાયત કરવામાં આવી.


નેત્રંગ વન વિભાગે ખેરના લાકડાની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતાં ટેમ્પા સહિત એકને ઇસમને ઝડપી પાડતા બે નંબરી લાકડાની હેરાફેરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


નેત્રંગ વન વિભાગના આર.એફ.ઓ. સફરાજ ઘાંચી તેમજ ઉમરપાડા વન વિભાગના આર.એફ.ઓ. ને મળેલ ચોક્કસ બાતમીના આધારે પિંગોટથી રાજવાડી થઈને ખેરના લાકડા ભરેલ આઈસર ટેમ્પો પસાર થવાની બાતમી મળતાં ટેમ્પોનો પીછો કરતા ઉમરપાડા તાલુકાના સરાખરડા ગામેથી ઝડપી લીધો હતો.


ટેમ્પામાં ખેરના લાકડા નં-૬૩ જેની કિંમત પચાસ હજાર તેમજ ટેમ્પાની કિ.રૂ.ચાર લાખ મળીને કુલ્લે ચાર લાખ પચાસ હજારના મુદ્દામાલ સાથે નરેશ મુળજી વસાવા(રહે.ફોકડી)ને ઝડપી પાડીને નેત્રંગ વન વિભાગ ખાતે લાવવામાં આવેલ છે.ત્યાં ખાતાકીય જરૂરી કાયદેસર કાર્યવાહી હાથ ધરતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડ્રાઇવર નરેશ વસાવાની અટક કરી જવાબ લઈ બોન્ડ પર છોડવામાં આવેલ છે.બાતમી ના આધારે ઉમરપાડા રેન્જ ના અને વડપડા રેન્જના સ્ટાફ દ્વારા આ મિશન પાર પાડવામાં આવેલ છે.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..