Back

નેત્રંગ : ચાસવડ દૂધ ડેરીના ગોડાઉનમાં સોર્ટસર્કિટથી આગ લાગતા 2.75 લાખનું નુકશાન.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

ગોડાઉનની ઓફિસમાં મુકેલ કોમ્પ્યુટર સિસ્ટમ ,પ્રિન્ટર , ઈન્વર્ટર , એસી અને રેકોર્ડ બળીને ખાખ થઈ ગયો.

સદનસીબે આ આગ દિવસે લાગી રાત્રે લાગી હોતતો ખાદ્ય તેલ -ઘી ,પશુદાણ , ગુવાર ભરડામાં આગ લાગતતો મોટી નુકશાની થાત.
         

દૂધ ડેરી ચાસવડ મંડળીના ગોડાઉન વિભાગની ઓફિસમાં આજરોજ વહેલી સવારે નવ વાગ્યાની આસપાસ આકસ્મિક સોર્ટસર્કિટ થતા આગ લાગી હતી.જે એક વ્યક્તિ આગના ધુમાડા બારીમાંથી બહાર નીકળતા જોઈ જતા કર્મચારીઓને જાણ કરતા બધા દોડી ગયા હતા આગ ઓલવવા મથામણ કરવામાં આવી હતી.આથી દરેક લોકોએ હાથમાં જે સામાન આવ્યો તેનાથી પાણીનો મારો કરી આગ ઓલવી હતી.ત્યારબાદ તપાસ કરતા ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ,પંખા ,એસી અને ખરીદ વેચાણનો રેકોર્ડની રસીદો વગેરે બળીને રાખ થઈ જતા આશરે 2.75 લાખની અસકયામતોનું નુકશાન થયું હતું.કુદરતી રીતે આગ દિવસે લાગી હતી જે ગોડાઉનમાં મજૂરીકામ કરતા મજૂર ગુમાન વસાવા જોઈ ગયેલ જ્યારે રાત્રે આગ લાગી હોતતો મોટી દુર્ઘટના સર્જાત અને લાખો રૂપિયાનું નુકશાન થાત જેનાથી બચાવ થયો હતો.  આ બાબતે મંડળી દ્વારા પોલીસ સ્ટેશન નેત્રંગમાં જાણવા જોગ ફરીયાદ આપતા પોલીસ દ્વારા એફએસએલ બોલાવી ખરું કારણ જાણી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
       

શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડ દૂધ ડેરી નેત્રંગ તાલુકાના ૭૦ ગામોમાં પશુપાલકો પાસે ૧૭૦ સેન્ટરમાંથી દૂધ એકત્ર કરી રોજનું ૫૦૦૦૦ લીટર દૂધ સુમુલમાં મોકલે છે.આ સભાસદોને તેમના પશુ માટે મંડળીના ગોડાઉન વિભાગ દ્વારા પશુઆહાર ,ગુવાર ભરડો ,દાણ અને પશુઓની દવાઓ અને તેલ -ઘી જેવી જરૂરીયાત મુજબનું સહકારી ધોરણે પશુપાલકોને અને સભાસદોને વેચાણ કરવામાં આવે છે. આ ગોડાઉન વિભાગની ઓફિસ કેબિનમાં આજે સવારે આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. જેમાં પરિસ્થિતિનો તાગ જાણી મંડળીના એઆઈ કર્મચારીઓ અને મંડળીના વોચમેન ભેગા મળી અને મંડળીના પ્લાન્ટ મેનેજર અને મેનેજર થઈ ગોડાઉન ખોલી કેબિનમાંથી આકસ્મિક આગ લાગેલી જોઈ બચાવ કામગીરી હાથ ધરી હતી. કેબિનમાં રાખવામાં આવેલ કોમ્પ્યુટર સિસ્ટમમાંથી મોનીટર -૨ ,  પ્રિન્ટર નંગ - ૪ ,સીપીયુ નંગ -૨, ઇન્વર્ટર અને બેટરી નંગ-૨ ટેબલ ફેન સિલિંગ ફેન નંગ-૨, એસી અને ખાણદાણ ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણના બીલો સહિતના રેકોર્ડ નાશ પામેલ હતો. જેમાં બે લાખ ૭૫ હજાર જેટલી નુકસાની આંકવામાં આવી છે.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..