Back

નેત્રંગ : જી.એસ.એલ પબ્લિક સ્કૂલમાં ૧૧મો વાર્ષિકોત્સવ યોજાયો.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ તાલુકા ખાતે આવેલ  અંગ્રેજી મીડિયમની જી.એસ.એલ પબ્લિક સ્કૂલમાં ચાલુ વર્ષે માં ૧૧માં વાર્ષિકોત્સવ ની તા.૦૩/૦૩/૨૦૨૦ ના રોજ શાળા પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ શાળા માં Nursery,LKG,UKG સહિત ૧ થી ૮ ધોરણ આવેલ છે. જેમાં આ  વાર્ષિકોત્સવ ના કાર્યક્રમ માં Nursery,LKG,UKG સહિત ધોરણ ૧ થી ૬ ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. જેમાં ૨૩૦ જેટલા વિદ્યાર્થીઓ એ આ ડાન્સ માં ભાગ લીધો હતો. ડાન્સ માં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ને શાળા પરિવાર દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ કલ્પેશભાઈ અગ્રવાલ તેમજ તેમના પરિવાર દ્વારા જી.એસ.એલ પબ્લિક સ્કૂલના પરિવાર નું બુકે તેમજ શાલ ઓપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ દરેક વિદ્યાર્થીઓને ડાન્સ શાળા પરિવારના હંસાબેન, સુલક્ષણાબેન,નયનાબેન,મનીષાબેન,ડિમ્પલબેન,સુનિતાબેન,કોકિલાબેન,નિલમબને દ્વારા આ બાળકોને સરસમજાનો ડાન્સ ખુબજ સરળ અને સુંદર રીતે શીખવાડવા માં આવ્યો હતો.

આ પ્રસંગે કલ્પેશભાઈ અગ્રવાલ, સી.એલ.પટેલ(નિવૃત્ત આચાર્ય),એલ.સી. બારોટ,(શિક્ષક) છત્રસિંહ વસાવા(સરપંચ શ્રી ચંદ્રવાન) ,ગોપાલભાઈ વસાવા(સરપંચ શ્રી કવચીયા),બચુભાઈ વસાવા(નિવૃત્ત આચાર્ય),અનુપામસિંહ બારડ(નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર),પરેશભાઈ અગ્રવાલ,ઉપેન્દ્રસિંહ ગોહિલ(ટ્રસ્ટી સાંદિપની સ્કૂલ નેત્રંગ),બ્રિજેશભાઈ ભરતભાઇ પટેલ(પત્રકાર), મયંકભાઈ વાળંદ(આચાર્ય જી.એસ.એલ રાજપીપળા),અનિલભાઈ વસાવા ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શિક્ષક સ્ટાફગણની મહેનત આંખે વળગે એવી દેખાય આવી હતી . આમ સમગ્ર વાર્ષિકોત્સવ ખૂબ જ હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો .



નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..