Back

નેત્રંગ : ૯૫% દિવ્યંગતા ધરાવતા વિદ્યાર્થીને નેત્રંગ કેન્દ્ર થી પરીક્ષા આપવાની ખાસ મંજૂરી બોર્ડ દ્વારા આપવામાં આવી.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ કેન્દ્ર પરથી ધોરણ-૧૦ ૧૩૧૧ તેમજ ધોરણ-૧૨ ના ૭૪૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આજ થી તારીખ ૫ માર્ચ ૨૦૨૦ થી શરૂ થઇ રહેલ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ ની તમામ તૈયારીઓ કેન્દ્રના સંચાલકો દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં પરીક્ષા આપવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ ૯૫ ટકા દિવ્યાંગ બિજેશ પટેલ બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા ખાસ મંજૂરી આપીને નેત્રંગ કેન્દ્ર પર તેઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની વર્ષ ૨૦૨૦ની ૫ માર્ચથી શરૂ થનાર બોર્ડની પરીક્ષા માટે નેત્રંગના કેન્દ્ર નંબર ૬૧૧૭ હોઈ
આ કેન્દ્ર પર થી તાલુકાની ૧૦ શાળાઓમાંથી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા કુલ્લે ૧૩૧૧ વિદ્યાર્થીઓ આપશે. જેમાં (૧) શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઇસ્કુલ નેત્રંગ ના કુલ્લે ૪૩૫, (૨) આદર્શ નિવાસી શાળા નેત્રંગ ના કુલ્લે ૧૩૨, (૩) શ્રી નવરંગ વિદ્યામંદિર મોરિયાણા ના ૧૯૯, (૪) શ્રી સંસ્કાર ગુર્જરી વિદ્યામંદિર ચાસવડ ના ૧૪૭, (૫) શ્રીમતિ સવિતાબેન દેસાઈ હાઇસ્કુલ ના ૭૧, (૬) શ્રી કેરવેલ હાઇસ્કુલ મોવીના ના ૫૫,(૭) સરકારી માધ્યમિક હાઇસ્કુલ મૌઝા ના ૭૮, (૮) શ્રી સરકારી માધ્યમિક હાઇસ્કુલ ઢેબાર ના ૫૨, (૯) શ્રી નવરંગ વિદ્યામંદિર જેસપોર ના ૯૯ તેમજ (૧૦) શ્રી સાંદિપની શાળા નેત્રંગ ના ૪૩ આમ તાલુકા ની શાળાઓ માંથી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા કુલ્લે ૧૩૧૧ આપશે.

જ્યારે ધોરણ ૧૨ માટે (૧) શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઇસ્કુલ ના કુલ્લે ૩૪૦, (૨) શ્રી નવરંગ વિદ્યામંદિર મોરિયાણા ના ૧૨૪, (૩) શ્રીમતિ સવિતાબેન દેસાઈ શાળાના ૮૯, (૪) સરકારી માધ્યમિક શાળા મૌઝા ના ૪૭, (૫) શ્રી  નવરંગ વિદ્યામંદિર જેસપોર ના ૯૨, (૬) શ્રી નવચેતન વિદ્યામંદિર ગુંદિયા ના ૫૭ મળી કુલ્લે ૬ શાળાના ૭૪૯ વિદ્યાર્થીઓ નેત્રંગ કેન્દ્ર પર થી બોર્ડની પરીક્ષા આપશે.

નેત્રંગ ગામના ગાંધીબજાર વિસ્તારમાં રહેતા પટેલ ભરતભાઇ અંબુભાઈ નો એક નો એક પુત્ર જન્મ ના ૨ વર્ષ પછી ઓસ્ટિયો પોરોસિસના રોગના જપેટમાં આવી જતા ૯૫ ટકા દિવ્યંગતા ધરાવે છે. જેણે ઘર નિજીક આવેલ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૧૩ સુધી ૮ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. હાલ તે સામાજિક કાર્યકર અને પત્રકાર તરીકે ફરજ બજાવે છે. ચાલુ સાલે તેને ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપવાની ઈચ્છા વ્યક્ત કરતા પરીક્ષા સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર પાસે કેન્દ્ર બદલી બાબત ની અરજી કરતા દિવ્યાંગ બ્રિજેશ પટેલ પરીક્ષા આપી શકે તેને ખાસ ધ્યાન પર લઈને ગાંધીનગર બોર્ડ દ્વારા ખાસ કિસ્સામાં નેત્રંગ કેન્દ્ર થી પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવતા તે પણ  આજથી નેત્રંગ કેન્દ્ર પરથી ધોરણ-૧૦ ની બોર્ડની પરીક્ષા આપવાની ઈચ્છા પૂર્ણ કરશે.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..