Back

નેત્રંગમાં વધતા જતા કોરોના વાયરસ ને સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ માં દિન પ્રતિદિન વધતા જતા કોરોના વાયરસને અંકુશમાં લેવા માટે સર્વે ની કામગીરી શરૂ કરવામાં આવી.
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ  વધી રહ્યો છેત્યારે તાલુકા ભરમાં કોરોના વાયરસ ને અંકુશ માં લેવા માટે નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ નેત્રંગ તાલુકા શિક્ષણાધિકારી દ્વારા નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા ના ૪૩ શિક્ષકોનું ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે.  દરેક શાળા માંથી એક શિક્ષક ને આ ગ્રુપ માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ શિક્ષકો ને બે-બે ની સંખ્યામાં વહેંચી એ ટૂકડી ગામના દરેક ફળીયા,સોસાયટી માં જઈ ડોર ટુ ડોર સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ સર્વેમાં ઘરના વડિલ નું નામ, મોબાઈલ નંબર, પાંચ વર્ષથી નાનું બાળક ઘરમાં છે કે નઈ, બહાર ગામથી ઘરમાં કોઈ આવ્યું છે કે નહીં તેમજ ઘરના કોઈ સભ્ય ને શરદી,તાવ,ખાંસી જેવા કોઈ લક્ષણ તો નથી તેની આ શિક્ષકો દ્વારા નોંધણી કરવામાં આવે છે.તેમજ ઘરે ઘરે જઈ લોકોને કોરોના વાયરસ થી કેમ લડી શકાય એનું માર્ગદર્શન આપ્યું હતું. જેવું કે ઘર ની બહાર નીકળો તો માસ્ક ફરજીયાત પહેરવું, વારંવાર હાથ સેનિટાઈઝ કરવા સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું તેમજ દિવસ દરમિયાન ઉકલનું સેવણ કરવું. આ કામગીરી નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા ના ૪૩ શિક્ષકો દ્વારા ડોર ટુ ડોર માહિતી પૂરી પાડવામાં આવી હતી.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..