Back

વાલીયા તાલુકાના મોદલિયા ગામ પાસે આગળ ચાલતી ટ્રકમાં ભટકાતાં બાઇક ચાલક યુવાનનું મોત.

વાલીયા તાલુકાના મોદલિયા ગામ પાસે આગળ ચાલતી ટ્રકમાં ભટકાતાં બાઇક ચાલક યુવાનનું મોત.

- દેડિયાપાડાના પીપરવટી ગામનો શખ્સ ટાઇલ્સ બેસાડવાના કામ અર્થે ભરૂચ આવ્યો હતો . જ્યાંથી પરત જતી વેળાં નેત્રંગના ભોદલિયા ગામ પાસે આગળ ચાલતી ટ્રકમાં તેની બાઇક ભટકાતાં તેનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું . બનાવ સંદર્ભે નેત્રંગ પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી છે . દેડિયાપાડાના પીપરવટી ગામે રેહતો તુલસી નારણ તડવી ભરૂચમાં ટાઇલ્સ બેસાડવાના કામ અર્થે આવ્યો હતો . જે કામ પતાવી સાંજના સમયે તે તેના ઘરે પરત જવા માટે નિકળ્યો હતો . દરમિયાનમાં નેત્રંગના પઠારથી મોદલિયા જવાનો રોડ પરથી પસાર થતાં સમયે તેની આગળ એક ટ્રક ચાલી રહી હતી તેમાં તેની બાઇક ભટકાઇ જતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી . ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નેત્રંગ આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો . જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું . બનાવની જાણ થતાં તેમના પરિવારજનો તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં . બનાવ સંદર્ભ નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે .


 રીપોર્ટર સતિષ દેશમુખ વાલીયા

વાલિયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..