Back

વાલીયા તાલુકા માં શીતળા સાતમની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી

વાલીયા તાલુકા માં શીતળા સાતમની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી 


( અહેવાલ, સતિષ દેશમુખ ) વાલીયા , 


વાલીયા તાલુકા માં શ્રાવણ માસ ના પ્રારંભ થી જ ધાર્મિક તહેવારો ની શરૂઆત થતાં રાંધણ છઠ બાદ શીતળા સાતમ ની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી .

આદિવાસી વિસ્તારમાં શીતળા સાતમ ની વિશેષ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે


 શીતળા સાતમ નિમિત્તે ગૃહીણીઓ માટી ની મુર્તિ ની સ્થાપના કરી શીતળા માતા ની પૂજા અર્ચના કરી હતી અને શીતળા માતા ને રાંધણ છઠ ના દિવસે બનાવેલી વાનગીઓ સાતમ ના દિવસે અર્પણ કરી દિવસ દરમ્યાન તાઢી શીળી કરી ઠંડો ખોરાક આરોગી શીતળા સાતમ ની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.


 શ્રધ્ધાળુઓ એ શીતળા માતા ને દૂધ નો અભિષેક કરવા સાથે શીતળા માતા ની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી .

વાલિયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..