Back

બાતમી આધારે કોંઢ ગામની સીમમાંથી રૂ! ૬,૦૦,૬૦૦/- ના પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી વાલીયા પોલીસ

       પોલીસ મહાનિરીક્ષક શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ તથા પોલીસ અધિક્ષક ભરૂચ શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચનાથી પ્રોહીબીશન બદી સદન્તર નાબુદ કરવાના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી એમ.પી.ભોજાણી અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર નાઓના તથા પો.ઇન્સ.શ્રી ડી.પી.ઉનડકટ સાહેબ નાઓનાં માર્ગદર્શન અને સુચના મુજબ કામગીરી દરમ્યાન આજરોજ તા.૨૮/૧૧/૨૦૧૯ નાં વાલીયા પોલીસના પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી એન.એન.નિનામા નાઓને ચોક્ક્સ આધારભુત બાતમી મળેલ કે કોંઢ ગામના અશોક ઈશ્વર વસાવા તથા જયેશ દેવીસીંગ વસાવા તથા અરવિંદ ઉર્ફે લંગડો તથા સુકદેવ ઉર્ફે ઈંડો તથા સુનિલ ઉર્ફે બટકો તથા અજય વસાવા નાઓએ કોંઢ ગામની સીમમાં ભુરીભખેડ વગામાં આવેલ પડતર જગ્યામાં ઝાડી ઝાંકરાઓની ઓથમાં અલગ અલગ જગ્યાએ છુપાવેલ છે જેથી પો.સ.ઇ.એન.એન.નિનામા નાઓએ યોગ્ય પોલીસની ટીમ તૈયાર કરી બાતમીવાળી જગ્યાએ જઇ ચકાસતાં ગે.કા.નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ટીન બીયર મળી કુલ બોક્સ નંગ- ૧૩૫ જેમાં નાની મોટી બોટલો તથા ટીન બીયર મળી કુલ્લે નંગ-૫૩૭૬ કુલ્લે કિંમત રૂપિયા- ૬,૦૦,૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડેલ જેથી આરોપીઓ વિરુધ્ધ વાલીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. III ૭૪૪/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ – ૬૫(એ)(ઈ), ૮૧ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. 


  સદર કામગીરી વાલીયા પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. શ્રી એન.એન.નિનામા તથા (૧) પો.કો. ગુલાબભાઈ મગનભાઈ  (૨) પો.કો. વિનયભાઈ રામસિંગભાઈ  (૩) પો.કો. નરસિંહ ભાઈ માનસિંહભાઈ  (૪) પો.કો. નિલેષભાઈ ગંભીરભાઈ  (૫) પો.કો. નિકુલકુમાર દિલીપકુમાર (૬) પો.કો. પ્રતાપભાઈ ભરતભાઈ (૭) પો.કો. સંદિપભાઈ સુખરામભાઈ નાઓ દ્વ્રારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે.   

રીપોર્ટર 

#Satish_Deshmukh 

વાલિયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..