Back

વાલીયા ના કોંડ પાસે પુલ પરથી ઈક્કો ગાડી નીચે ખાબકી જતા એક નુ મોત.


આજ રોજ બપોરે ૦૩:૦૦ કલાક ની આસપાસ વાલિયા થી અંકલેશ્વર જતા વચ્ચે આવતા પાણિયારી પુલ પરથી ઇકો કાર (નં - જીજે ૧૬ બી.એન ૭૧૭૧) ડ્રાયવર નો સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા આ ઘટના ઘટી હતી. આ અકસ્માત માં ૧ વ્યક્તિ નું ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું. અને અન્ય ૧  વ્યક્તિ હાલત ગંભીર હોવાથી ૧૦૮ ની ટિમ ને જાણ કરતા ૧૦૮ પાણિયારી પુલ પર પોહોંચી ગઈ હતી.

 ઘાયલો ને વધુ સારવાર અર્થે વાલિયા નજીક આવેલ જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.