Back

ક્ષત્રિય આહીર સમાજ દ્વારા કરવામા આવ્યું શસ્ત્રપૂજન

ભુંભલી(ભાવનગર)સહિતના ગામોમાં ક્ષત્રિય આહીર સમાજ દ્વારા શસ્ત્રપૂજન

 

વિજયા દશમી એટલે અસત્ય પર સત્યનો વિજય,અન્યાય પર ન્યાયના વિજયનો પર્વ.

સદીઓથી ક્ષત્રિય આહીર(યાદવ) સમાજ રાષ્ટ્ર હિત માટે અને આશરે આવેલાના રક્ષણ માટે બલિદાનો આપતો આવ્યો છે અને પોતાના પ્રાણની પણ પરવાહ કરી નથી.

 

પ્રજાના રક્ષણ માટે,રાષ્ટ્રરક્ષા હેતુ,અનેક યુદ્ધો લડનારા અને હંમેશા દેશ પ્રત્યે વફાદાર રહેનાર ક્ષત્રિય આહીર સમાજ વિજયા દશમીના દિવસે પોતાના 'ક્ષાત્ર ધર્મ'ની પરંપરા મુજબ'શસ્ત્રપૂજન' કરે છે,ત્યારે આ વર્ષે પણ ભાવનગર(ભુંભલી)તેમજ રાજ્યના અલગ અલગ ગામડાઓ અને શહેરોમાં ક્ષત્રિય આહીર સમાજ તેમજ સમાજના તમામ સંગઠનો દ્વારા 'શસ્ત્ર પૂજન'નું આયોજન કરવામાં આવ્યું હતું અને સામાજિક અગ્રણીઓએ ક્ષત્રિય આહીર સમાજને પોતાની ક્ષત્રિય પરંપરાને જીવંત રાખવા માટે 'શસ્ત્ર પૂજન'ને વધુ મહત્વ આપવા તેમજ રાષ્ટ્ર રક્ષા હેતુ હંમેશા આગળ રહેવા જણાવ્યું હતું.