Back

નાની પાણીયાળી પ્રા. શાળા માં વિધ્યાર્થીઓ માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી

રિપોર્ટર, વિપુલ દવે

પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કલસ્ટરની પેટા શાળા નાની પાણીયાળી પ્રા. શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે દાતા ઓ દ્વારા અનેક વિધ શૈક્ષણિક વસ્તુઓનુ દાન આપવામાં આવ્યુ.

ધો.1 માં પ્રવેશ મેળવેલ તમામ ભૂલકાંઓને શ્રીમતી સુશીલાબેન પરમાણંદભાઇ શાહ પરિવાર - મુંબઇ તરફથી સ્લેટ, ફુટપટ્ટી, સ્લેટપેન બોક્સનું વિતરણ કરવામાં આવ્યું.

શાળા ના વાલીશ્રી, મકવાણા રૂપાભાઈ વેલજીભાઇ તરફથી ધો.૧ ના તમામ બાળકો ને દેશીહિસાબ અને ધો.૨ ના તમામ બાળકોને પેન આપવામાં આવી.

વિમલ વડેરા સ્મૃતિ પરમાથૅ ટ્રસ્ટ, સોહનલાલ જૈન તથા સુમિત્રાદેવી વડેરા(જૈન)-જોધપુર, રાજસ્થાન દ્વારા શાળા ના તમામ વિધ્યાર્થીઓ ને નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું

જૈન જાગ્રુતિ સેન્ટર-પાલીતાણા-સ્વ. હંસાબેન અશોકભાઈ દીઓરા ચેરીટેબલ ટ્રસ્ટ, પાલીતાણા દ્વારા શાળાના તમામ વિધ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું.

     આ દરેક શૈક્ષણિક વસ્તુઓ મેળવી શાળાના વિધ્યાર્થીઓ આનંદિત થયા- શાળા માં બાળકો ને શૈક્ષણિક વસ્તુઓનું દાન આપનાર દરેક દાતાઓનો નાની પાણીયાળી પ્રા.શાળા આચાર્યશ્રી રાકેશભાઇ દવે તથા નાની પાણીયાળી-૨ પ્રા. શાળા આચાર્યશ્રી, પોચાતર દડુભાઇ તથા બંને શાળા પરિવાર, કે. વ.શાળા આચાર્યશ્રી,જિતુભાઇ જોષી, CRC શ્રી,જ્યંતિભાઇ ચૌહાણ આભાર વ્યક્ત કરે છે.