Back

શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન છોટાઉદેપુર બેઠક પર ૭૨.૯૦% ટકા મતદાન .

શાંતિપૂર્ણ રીતે  મતદાન સંપન્ન છોટાઉદેપુર બેઠક પર  ૭૨.૯૦% ટકા મતદાન .બોડેલીમાં યુવાનોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો

ગઇ કાલે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું . વહેલી સવારથી જ લોકોએ ભારે ઉત્સાહ દાખવીને મત આપી લોકશાહીનાં મહાપર્વની હર્ષભેર ઉજવણી કરી હતી. સવારે ૭:૦૦ વાગ્યા થીજ મતદાન મથકોની બહાર મતદારોની ચેહલ પેહલ પણ જોવા મળી હતી.  રાજયભરમાં ગઇ કાલે લોકસભાની ચુંટણીનું મતદાન યોજાઈયુ હતુ  કાલે  સવારે ૭:૦૦ કલાકથી મતદાન પ્રક્રિયાનો આરંભ થયો હતો. જોકે વહેલી સવારથી જ તમામ મતદાન મથકોની બહાર મતદાતા ઓ ની મોટી સંખ્યા જોવા મળી હતી.શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારો મા  મતદાન વધુ થયુ હોવાનું જાણવા મડીયુ છે ..બોડેલી ખાતે યુવાનો મા મતદાન કરવા ભારે  ઉત્સાહ જોવા મળ્યું હતું એમાં પણ જે યુવાનો પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે તે ઘણા ઉત્સાહિત  જોવા મળ્યા હતા .સાથે સાથે યુવાનો દ્વારા મતદાન સાથે જ ફેસબુક અને વોટ્સએપ સહિતની સોશિયલ નેટવર્િંકગ સાઇટ પર લોકશાહી પર્વની ઉજવણીનો જ રંગ દેખાયો હતો. દરમિયાન ખાસ કરીને વોટ્સએપ ડીપી પર યુવાનોએ મતદાન બાદની સેલ્ફી મૂકવાની સાથે જ અન્યોને પણ મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો.

આમ છોટાઉદેપુર લોક સભા બેઠક પર ૭૨.૯૦% ટકા મતદાન થયુ હતુ 

છોટાઉદેપુર લોકસભા મા આવતા હાલોલ મા ૬૨.૭૮% ટકા છોટાઉદેપુર મા ૬૬.૫૦% ટકા જેતપુર મા ૫૮.૩૪% ટકા સંખેડા મા ૬૩.૭૮% ટકા  ડભોઇ મા ૭૪.૫૬%ટકા પાદરા ૭૪.૯૦% ટકા નાંદોદ મા ૭૬.‍૧૦ % ટકા મતદાન થયુ હતુ

કોંગ્રેસ ના રણજીતસિહ રાઠવા અને ભાજપ ના ગીતાબેન રાઠવા સહીત બીજા ૬ ઉમેદવારોનું ભાવી EVM માં કેદ થયુ છે .

આવતી ૨૩ મી મે ના રોજ પરિણામ આવશે