Back

છોટાઉદેપુર જિલ્લા માં શાળા મર્જ કરવાંના નિર્ણય સામે આદિવાસી સમાજ ધરણા પર ઉતર્યું.

છોટાઉદેપુર ...


રિપોટ.જાવેદ પઠાણ નસવાડી

છોટાઉદેપુર જિલ્લા માં શાળા મર્જ કરવાંના નિર્ણય સામે આદિવાસી સમાજ ધરણા પર ઉતર્યું. છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી ને તાળા બંધી કરવાની ચીમકી.
 
 છોટાઉદેપુર જિલ્લા માં અને સમગ્ર ગુજરાત માં 30 થી ઓછી સંખ્યા વાળી સ્કૂલો ને મર્જ કરવા માટે સરકાર ના નિર્ણય ની સામે છોટાઉદેપુર જિલ્લા મા આદિવાસી રાઠવા સમાજ દ્વ્રારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે .આજથી છોટાઉદેપુર ખાતે આદિવાસી સમાજ ના અગ્રણી ઓ ધરણા પર બેસી ગયા છે .ગુજરાત માં 5000 હજાર કરતા વધારે અને  છોટાઉદેપુર જિલ્લા માં 329 જેટલી સ્કૂલો બંધ થવાના આરે હોવાથી આદિવાસી સમાજ ના બાળકો ના  ભવિષ્ય પર માંથી અસર થાય એમ છે અને જો સરકાર આ નિર્ણય ને પાછો નહિ લે ત્યાં સુધી  છોટાઉદેપુર જિલ્લા માં આંદોલન થશે.અને વધુ માં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ને તાળા બંધી કરવાની ચીમકી પણ સંગ્રામ રાઠવા દ્વારા ઉચ્ચારવામા આવી..સંગ્રામ રાઠવા રાજ્ય સભા સાંસદ નો પુત્ર.