Back

દાહોદ માં જશવંતસિંહ ભાંભોર નો ભવ્ય વિજય.

જ્યારે ૨૦૧૯ લોકસભાની ૫૪૨ સીટોનું પરિણામ જાહેર થઈ ગયું  છે. જેમા સમગ્ર ભારતમા મોદી લહેર તેમજ ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. અને મોદીની જન્મભુમી અને ભાજપનો ગઢ ગણાતું એટલે ગુજરાત જેમાં કુલ ૨૬ સીટો ઉપર લોકસભાની ચુંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ખાતામાં ૨૬ માથી ૨૬ સીટો પ્રાપ્ત થઈ છે. જેના કારણે સમગ્ર ગુજરાતમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ઠેર-ઠેર ફટાકડા ફોડી, મીઠાઇ ખવારવી, અને ઢોલ-નગારા સાથે વીજેતા ઉમેદવારોનું હાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

દાહોદ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાંભોર નો વિજય થયો છે. જેમના પક્ષમાં કુલ ૫,૬૧,૭૬૦ મતો અને કોંગ્રેસના ઉમેદવાર કતારા  બાબુભાઇ ને ૪,૩૪,૧૬૪ મતો મળ્યા હતા. અને આ સાથે દાહોદમાં ફરી એક વખત ભાજપનો દબદબો જોવા મળ્યો છે.