Back

દેવગઢ બારીઆ તાલુકા ના ડાંગરીયા ગામે પ્રયાગદાસજી સાહેબની પ્રથમ પરિનિરવાણ અનુસંધાને પુણ્ય સ્મૃતિ ભંડારા ઉજવણી નું આયોજન

  પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીઆ તાલુકા ના ડાંગરીયા ગામે કબીર મંદિર નાં પટાંગણમાં પ.પુ.મહંત શ્રી જ્ઞાની દાસ જી સાહેબનાં પ્રથમ પરિનિરવાણ પુણ્ય સ્મૃતિ ભંડારા ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૧/૧/૨૦૨૦ ને બુધવાર નાં રોજ રાખવામાં આવેલ છે. બારીઆ કબીર મંદિરેથી સવારના ૯ કલાકે પ્રારંભ કરી ડાંગરીયા કબીર મંદિરે શોભાયાત્રા આવશે, ત્યાર બાદ આગંતુક મહાપુરુષો નાં આશીર્વચન તથા આનંદ આરતી યજ્ઞ સમારોહ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ એમ ખાબડ સાહેબ,માજી ધારાસભ્ય તુષારસિહ બાબા સાહેબ તેમજ તેમજ પ્રેમપ્રકાશ ભક્ત મંડળ (ડાંગરીયા)તથા સાધુશ્રી મણિદાસજી સાહેબ તથા ભરતભાઈ લહેરાભાઈ તથા ડાંગરીયા ગામના સર્વે ભક્ત હંસજનો ઉપસ્થિત રહેશે. 


 વાત્સલ્ય ન્યુઝ 

 દેવગઢ બારીઆ