Back

બારીઆ પીપલોદ સ્ટેટ હાઈવે રોડની મરામતની કામગીરી આરંભાઈ

   દેવગઢ બારીઆ તાલુકામાં આવેલો ૧૪ કિ.મી. નો સ્ટેટ હાઈવે રોડ કેટલાય સમયથી ખખડધજ હાલતમાં હોવાથી તેની રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. દેવગઢ બારીઆ તાલુકા મથક હોવાથી તેમજ મોટાભાગની શાળાઓ આવેલી હોવાથી વાહનોની અવરજવર વધારે રહે છે તેઓ ઉબડખાબડ રસ્તા થી પરેશાન થઇ રહ્યા હતા. આ ઉબડખાબડ રસ્તાને લીધે નાનાં મોટાં અકસ્માત થવાની ભીતી સેવાઈ રહી હતી. આ રસ્તો તુટવાનુ મુખ્ય કારણ આ રસ્તેની ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો પસાર થાય છે. આ રસ્તા ની રીપેરીંગ કામગીરી હાથ ધરતાં વાહનચાલકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. 

વાત્સલ્ય ન્યુઝ 

દેવગઢ બારીઆ