Back

રુવાબારી મુવાડા ગામની વાકીકડુ પ્રાથમિક શાળામાં ઉતરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

  રાજ્યમાં  ઠેર ઠેર ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેવગઢ બારીઆ તાલુકાના રુવાબારી મુવાડા ગામે આવેલ વાકીકડુ ફળીયા પ્રાથમિક શાળામાં ઉતરાયણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેનું આયોજન ગામના યુવા મિત્રો અને સામાજિક કાર્યકર પગી સુરેશભાઈ ,પટેલ મનહરભાઇ, પટેલ ભાવેશભાઇ, પગી મહેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાનાં શિક્ષકોએ પણ બાળકોને ઉત્સાહ પુર્વક ટેકો પુરો પાડ્યો હતો.આ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ ના ૧૨૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે. જે બાળકોએ પણ આ ઉતરાયણના તહેવારની મજા માણી હતી. 

 ૧૪ જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ જે રાષ્ટ્રીય તહેવાર દેશના તમામ ભાગોમાં ઉત્સાહ સાથે ઉજવાય છે. આ દિવસે દાન પુણ્ય નો મહિમા છે એટલે લોકો ગાયને ઘાસ આપે છે તેમજ ગરીબ લોકોને દાન દક્ષિણા આપે છે. 

 શાળાનાં શિક્ષકોએ બાળકોને ઉતરાયણનુ મહત્વ સમજાવી અને પતંગ ચગાવતા કોઈ પક્ષીને નુકસાન ન થાય તેની બાળકોને સમજ આપવામાં આવી હતી. 

વાત્સલ્ય ન્યુઝ રિપોર્ટર 

દેવગઢ બારીઆ