Back

દેવગઢ બારીઆ તાલુકાની નાનીખજુરી પ્રાથમિક શાળા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

    દેવગઢ બારીઆ પંથકમાં ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ પ્રવૃતિ વેગવંતી બની રહીં છે અને ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવી રહયું છે ત્યારે નાનીખજુરી પ્રાથમિક શાળા દ્વારા હોંશભેર રોપાનુ વાવેતર કરવામાં આવ્યું હતું. 

  દેવગઢ બારીઆ તાલુકાની નાનીખજુરી પ્રાથમિક શાળામાં "એક બાળક,એક છોડ" અભિયાન અંતર્ગત શાળામાં કે.ટી.સુથાર ગાયત્રી પરિવાર દેવગઢ બારીઆ નાં સહયોગ અને ગુરુકૃપા નર્સરી સીમલીયા ના જગદીશ ભાઈ દ્વારા શાળાનાં  બાળકોને ૭૬ આંબા ની કલમ, ૧૧ બદામ ની કલમ, ૧૮ જામફળી, ૨૯ દાડમ  ,૪ રાયણ, ૧૧ ફણસ,  ૩ ચીકુ એમ મળી ને ૧૫૨ ફળાઉ વૃક્ષો તથા દેવગઢ બારીઆ સરકારી નર્સરીનાં સહયોગથી જાંબુ, ગુલમહોર, ગરમાળો, ચરુ, જાસુદ, આસોપાલવ, સીનદુર, સિવણ, ચંપો, કોલીયાર વગેરે  ૨૦૦ નંગ એમ મળીને  ૩૫૨ છોડ બાળકો ને ઉછેરવા માટે આપ્યા. બાળકો ને વૃક્ષો નું મહત્વ સમજાવ્યું અને તેનાં ઉછેર અને જતન માટે પ્રોતસાહિત કરવામાં આવ્યાં હતાં. 

  શાળાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો દ્વારા શાળાનાં  કંપાઉન્ડમાં અને શાળા ની જગ્યામાં વિવિધ પ્રકારના વૃક્ષો નાં રોપાનુ વાવેતર કરીને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા લાવવાની પ્રશંસનીય કામગીરી રુપે વૃક્ષારોપણ  કાર્યક્રમ નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાનીખજુરી પ્રાથમિક શાળા નાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રો જોડાયા હતા. 


 વાત્સલ્ય ન્યુઝ રિપોર્ટર 

 દેવગઢ બારીઆ