Back

ચોમાસાની ઋતુમાં વીજ ધાંધિયાથી દેવગઢ બારીઆ પંથકના લોકો ભારે પરેશાન

    પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીઆ તાલુકા ના કાલીયાકોટા ગામે ખેડા ફળીયામાં આશરે બે ચાર મહિના પહેલા નવીન ટી.સી.નાખવામાં આવેલ હતી. જે ટી.સી.બે દિવસ પહેલાં ઊડી ગઈ છે. આ વાતની જાણ ખેડા ફળીયાનાં રહીશોએ એમજીવીસીએલ કંપની ના કર્મચારીઓને કરતાં ત્યાનાં કર્મચારીઓ સ્થળ પર આવી ચેક કરી અને જણાવ્યું હતું કે કાલે દાહોદ થી નવીન ટી.સી.લાવી નાખવામાં આવશે પરંતુ હજુ સુધી આ ટી.સી. નાંખેલ નથી. જેથી ખેડા ફળીયાના રહીશો ને અંધારું ઉલેચવાના વારો આવ્યો છે. 

   વીજળી ન હોવાથી લોકોને દિવસ ડુબે નહીં તે પહેલાં રસોઈ બનાવી જમી લેવું પડે છે. મોબાઈલ ચાર્જ કરવા માટે જયાં લાઈટ ની સુવિધા હોય ત્યા જવું પડે છે અથવા તો બજારમાં જઈને મોબાઈલ મુકવા પડે છે. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહયો છે. 

 ઈજનેરો ગમે તેટલી મથામણ કરે પણ બાર સાંધે અને તેર તૂટે જેવી વીજ તંત્ર ની હાલત છે. છેલ્લા એક સપ્તાહથી વીજ પુરવઠો ગમે ત્યારે ખોરવાતો હોય લોકોનાં સમય અને પૈસા ની બરબાદી થઈ રહી છે .

વાત્સલ્ય ન્યુઝ રિપોર્ટર 

દેવગઢ બારીઆ