Back

દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામ પાસે ઘાસ ભરેલી ટ્રક માં લાગી આગ

   પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીઆ તાલુકા ના અસાયડી ગામ પાસે ઘાસ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ ટ્રક ગોધરા તાલુકાના વિંઝોલ ગામે થી ઘાસ ભરી દેવગઢ બારીઆ શહેરમાં આવી રહી હતી ત્યારે રાતના અઢી વાગ્યા નાં સુમારે અસાયડી ગામ પાસે અચાનક શોર્ટ સર્કીટના કારણે આગ લાગતાં ગાડી તેમજ ઘાસ બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ દેવગઢ બારીઆ નગરપાલિકા ને કરતાં નગરપાલિકા ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લે તે પહેલાં ગાડી તેમજ ઘાસ સળગી ગયું હતું.