Back

દેવગઢ બારીઆ તાલુકાની મધ્યસ્થ શાળા પીપલોદ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી

   દેવગઢ બારીઆ તાલુકાની મધ્યસ્થ શાળા પીપલોદ દ્વારા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષાઓ ધારણ કરી શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા આચરવા આવેલ બાળ લીલાંઓના પ્રસંગો ને ઉજાગર કરતા કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. શ્રીકૃષ્ણ જન્મ થી મટકી ફોડના વિવિધ કાર્યક્રમો શાળા નાં વિદ્યાર્થીઓ દ્વારા રજુ કર્યા હતા. 

 શ્રાવણ વદ આઠમ ને કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ હોય છે તેથી શાળા માં જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ સુંદર રાસ, ગરબા સાથે મટકી ફોડ જેવા શ્રી કૃષ્ણ ભગવાન નાં લીલા ચરિત્રોનાં પ્રસંગોથી અદભુત ભક્તિપૂર્ણ કાર્યક્રમ કર્યા હતા. 

  આ કાર્યક્રમમા શાળા નાં  બાળકો રાધા કૃષ્ણ બન્યા હતા તેમજ મટકી ફોડવામાં આવી હતી. તેમજ જે કૃષ્ણ પહેરતા હતા તેમનાં જીવનમાં  ખાસ કરીને બાળકો આ વસ્ત્રોમાં ખૂબ જ સારાં લાગે છે અને એનો ઉમંગ તેમનાં ચેહરા પર દેખાઈ આવે છે. પુજા વખતે આ આરતી ગવાય છે. "નંદ ઘેર આનંદ ભાયો, જય કનૈયા લાલ કી...હાથી, ઘોડા, પાલખી જય કનૈયા લાલ કી. ના નારા સાથે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી. 

 વાત્સલ્ય ન્યુઝ રિપોર્ટર 

 દેવગઢ બારીઆ