Back

દેવગઢ બારીઆ પંથકમાં લાંબા વિરામ બાદ ધમાકેદાર મેઘરાજા નું આગમન

  દેવગઢ બારીઆ પંથકમાં તેમજ વિવિધ ગામોમાં વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ શરુ કરી છે .સમગ્ર રાજ્યમાં તમામ જળાશયો તેમજ નદીઓ અને કોતરો ભરાઈ ગયા પછી મેઘરાજા એ વિરામ લીધો હતો. 

 બાદમા ચોમાસું સિસ્ટમ ફરી સક્રિય થતાં સૌરાષ્ટ્રમાં તેમજ મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાત માં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી. જે સંદર્ભે દેવગઢ બારીઆ પંથકમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.