Back

દેવગઢ બારીઆ તાલુકાની ક.મ.લ.હાઈસ્કૂલ પીપલોદ દ્વારા "નેશનલ સ્પોર્ટ્સ ડે "ની ઉજવણી

   દેવગઢ બારીઆ તાલુકાની ક.મ.લ.હાઈસ્કૂલ માં આજ રોજ મેજર ધ્યાનચંદના જન્મ દિવસની ઉજવણી નાં ભાગરૂપે સમગ્ર ભારત અને ગુજરાતમાં "નેશનલ સ્પોર્ટસ ડે "ની ઉજવણી તેમજ "ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ "કાર્યક્રમ અંતર્ગત આજે ક.મ.લ.હાઈસ્કૂલ પીપલોદમા વિદ્યાર્થીઓએ સંગીત ખુરશી, લીંબુ ચમચી, વોલીબોલ, દોડ,કબડ્ડી, ખો ખો વગેરે રમતો રમી હતી. 

 સ્પોર્ટસ ડે ની ઉજવણીમાં શાળા એ પ્રભાત ફેરી યોજી શાળાનાં આચાર્યશ્રી મુકેશકુમાર બી.ચૌહાણ સાહેબે શાળાનાં સ્ટાફ અને વિદ્યાર્થીઓને સંબોધીને મેજર ધ્યાનચંદની યાદમા આજનો દિવસ સ્પોર્ટસ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેમનાં જીવન કવન વિશેની વિગતોની વિદ્યાર્થીઓ સમક્ષ છણાવટ કરી અને મેજર ધ્યાનચંદ તેમની એકાગ્રતા અને કૌશલ્ય નો ઉપયોગ કરી સફળ ખેલાડી બની "હોકી નાં જાદુગર "તરીકે અત્યાર સુધી નાં ભારત નાં હોકીના ઈતિહાસમાં સૌથી સફળ હોકીના ખેલાડી પ્રસિધ્ધ પામ્યાછે. તેમનાં જીવનમાંથી બોધ મેળવી પોતાની શારીરીક અને માનસિક શક્તિ વિકસાવવાની આચાર્ય સાહેબે વિદ્યાર્થીઓને પહેલ કરી હતી. 

 વાત્સલ્ય ન્યુઝ રિપોર્ટર 

 દેવગઢ બારીઆ