Back

દેવગઢ બારીઆ તાલુકાની વાદર ખેડા ફળીયા વર્ગ પ્રાથમિક શાળા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

    દેવગઢ બારીઆમાં તાલુકા માં ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ પ્રવૃતિ વેગવંતી બની રહીં છે અને ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવી રહયું છે ત્યારે વાદર ખેડા ફળીયા વર્ગ પ્રાથમિક શાળા દ્વારા હોંશભેર રોપાનુ વાવેતર કરવામાં આવ્યું હતું. 

 દેવગઢ બારીઆ તાલુકાની વાદર ખેડા ફળીયા વર્ગ પ્રાથમિક શાળામાં "એક બાળ,એક છોડ "અભિયાન અંતર્ગતનાં આચાર્ય શ્રી તેમજ સ્ટાફગણ દ્વારા શાળા નાં બાળકો ને આંબા ૨૦,મેહદી ૧૦,ગુલાબ ૧૦ એમ મળી ને કુલ ૪૦ જેટલા છોડ બાળકો ને ઉછેરવા માટે આપ્યા હતા. 

  એક બાળ,એક છોડ એક નાનકડાં પણ ઉત્કૃષ્ટ વિચારો સમગ્ર ગુજરાત નાં પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત નવી દિશા ચીંધી છે. ગ્લોબલ વોર્મિંગ પ્રદુષણ અને ઓછા વરસાદ સામે એક નાનકડી શાળા એ જંગ માંડયો છે. જેમાં શાળાના આચાર્ય શ્રી તેમજ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ એ ખુબ જ ઉત્સાહ પુર્વક વૃક્ષારોપણ નાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં વૃક્ષોનું મહત્વ, વૃક્ષોનું જતન જેવી બાબતે વિદ્યાર્થીઓ  ને  માહિતગાર કરવામાં આવ્યાં હતાં અને આ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ. 


  વાત્સલ્ય ન્યુઝ રિપોર્ટર 

  દેવગઢ બારીઆ