Back

દાહોદ જિલ્લામાં "વિશ્વ આદિવાસી દિવસ "નિમિત્તે રજા જાહેર કરવામાં આવી

     યુનો દ્વારા ૯ મી ઓગસ્ટ નાં રોજ 'વિશ્વ આદિવાસી દિન 'ની ઉજવણી કરવાનું નક્કી થયેલ છે. આ દિવસે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના બાળકો, શિક્ષકો વગેરે જે તે ગામ, તાલુકા જિલ્લા કક્ષાએ યોજાનાર સમાજ થકી આયોજિત કાર્યક્રમો સ્થાનિક વિવિધ એન.જી.ઓ.આયોજિત કાર્યક્રમો તથા જિલ્લા કક્ષા એ માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના અધયક્ષ સ્થાને યોજાનાર વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી અંગેનાં કાર્યક્રમમાં હાજર રહી શકે તે  માટે જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તમામ શાળાઓમાં તા. ૦૯/૦૮/૨૦૧૯ ને શુક્રવારનાં રોજ રજા જાહેર કરવામાં આવી છે. 


વાત્સલ્ય ન્યુઝ રિપોર્ટર 

દેવગઢ બારીઆ