Back

દેવગઢ બારીઆ તાલુકા ના પીપલોદ ખાતે શાહિદ ઈમામ હુસૈનની યાદમા તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યો હતો.

   દેવગઢ બારીઆ તાલુકા ના પીપલોદ ખાતે તા.૧૦/૦૯/૨૦૧૯ ના રોજ કરબલામા શહીદ થયેલા ઈમામ હુસૈન ની યાદમા માતમનો તહેવાર મુસ્લિમ બિરાદરોએ મનાવ્યો. મહોરમ પર્વ એ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાન્તિ પૂર્ણ માહોલમાં કલાત્મક તાજીયાને શણગારી સજાવીને પીપલોદ નાં મેઈન બજારમાં ફેરવવામાં આવ્યો હતો. ઈસ્લામમાં આ મહિનાને પવિત્ર માસ તરીકે ઉજવવામાં આવે છે. આ મહિનો કરબલાની લડાઈ માં તેનાં સંબંધીઓ અને મિત્રો સાથે ન્યાય અને માનવતા માટે સંઘર્ષ કરી રહેલા હઝરત મોહમ્મદના નવાએ હુસૈન ઈબને અલીની શહાદતને યાદ કરવાનો પ્રસંગ છે. બધું લૂંટાવી દીધાં પછી પણ કરબલામા ઈમામ હુસૈને અસારની નમાઝ દરમિયાન સજદામા હતો ત્યારે એક યઝીદીએ હુસૈન પર છેતરપીંડી કરીને હુમલો કર્યો હતો, અને હુસૈન શહીદ થઈ ગયો હતો ત્યારથી આ માતમના દિવસે તાજીયા અને ઝુલુસ કાઢી મનાવવામાં આવે છે.