Back

દેવગઢ બારીયા શહેરમાં વિઘ્નહર્તાને વાજતે-ગાજતે ધામધૂમપૂર્વક વિદાય આપવામાં આવી

     દેવગઢબારિયામાં દરેક વિસ્તારમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું .શહેરની શેરીઓ કે મહોલ્લામાં ગણપતિ બાપાની મૂર્તિઓનું સ્થાપન કરીને 10 દિવસ સુધી ગણેશજીની ભક્તિ કર્યા બાદ ગઈકાલે વિઘ્નહર્તાને વિદાઈ આપવામાં આવી હતી .તેથી દરેક વિસ્તારમાં સ્થાપના કરાયેલી ગણેશજીની મૂર્તિઓની વાજતે-ગાજતે ભાવિકો દ્વારા ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ડીજેના તાલે ગરબાની રમઝટ સાથે લોકો મન મુકીને ઝૂમી ઉઠયા હતા કેટલીક જગ્યાએ ચા-નાસ્તાની પણ ભક્તો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી

  દેવગઢ બારિયામાં ગઈકાલે ગણેશ મહોત્સવની સમાપ્તિ થતા 'અગલે બરસ તુમ જલ્દી આના, ગણપતિ બાપા મોરિયા 'ના નાદ સાથે વિઘ્નહર્તાને વિદાય આપવામાં આવી હતી અને કોઈ અનિચ્છનિય બનાવ  ન બને તે માટે નગરપાલિકા દ્વારા તમામ મૂર્તિઓના સામૂહિક વિસર્જનની વ્યવસ્થા ગોઠવાય હતી.  તેમજ નગરપાલિકા નો સ્ટાફ,એમજીવીસીએલ ના કર્મચારીઓ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વિસર્જન સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો .2 ક્રેઈન ની મદદથી તમામ મૂર્તિઓનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું તેમજ વિસર્જન સ્થળે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.