Back

દેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે ૨૬નંબર ફાટક પાસે ઈનોવા કારની અડફેટે રાહદારીનુ મોત

  પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકા ના કાલીયાકોટા ગામના મેડી ફળીયામાં રહેતા રમેશભાઈ ફતેસિંહ પટેલ પોતે પિપલોદ હાઈવે પર પસાર થઇ રહ્યો હતો ત્યારે પોલીસે તે ની ગાડી રોકી તેના કાગળો જેવા કેવીમો ,આર.સી. બુક ,હેલમેટ ની પૂછપરછ કરી તેને 2000 રૂપિયા નો મેમો આપવામાં આવ્યો હતો.  અને કહ્યું હતું કે આ દંડ ના રૂપિયા આપી તું ગાડી લઈ જજે ત્યાં સુધી તને ગાડી પરત મળશે નહીં. ત્યાર પછી રમેશભાઈ નજીકમાં જ આવેલી પોતાની સાસરીમાં દંડ ના પૈસા લેવા માટે આગળ નીકળ્યો હતો ત્યાં જ ઇનોવા કારે  તેને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ ક કમાટી પરી મોત નિપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતા વાહનચાલકો તેમજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા ત્યાં પોલીસ પણ જોવા મળી ન હતી ક્યાંક અદશ્ય થઈ ગઈ હતી.