Back

દેવગઢ બારીયા તાલુકાના વિવિધ ગામોમાંથી અંબાજી જવા માટે પદયાત્રાનું પ્રારંભ

  દેવગઢ બારીયા તાલુકાના જંબુસર ,બૈણા ,જુના બારિયા ,ઉચવાણ ,ડાંગરિયા ,નાનીઝરી ,મોટી જરી, રામા, કાલિયાકોટા ,કાળીડુંગરી જેવા વિવિધ ગામોમાંથી અંબાજી જવામાટે માઇભકતો ગણેશ ચોથના પવિત્ર દિવસે માતાજીના રથ સાથે ડીજેમા માં અંબાના ગીતો ના તાલે જવા માટે રવાના થયા છે.

 દેવગઢ બારિયા તાલુકાના જાહેરમાર્ગો જેવા કે ત્રણ રસ્તા મોટી ઝરી ,રેબારી જેવા માર્ગોપર ક્યાં ક્યાંક પગપાળા માટે વિસામા ની વ્યવસ્થા ભાવિક ભક્તો દ્વારા રાખવામાં આવેલ છે કેટલાક દુકાનદારો દ્વારા પણ પદયાત્રીઓ માટે પાણીના જગની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો કેટલીક જગ્યાએ ચા બિસ્કીટ ની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.


વાત્સલ્ય ન્યુઝ 

દેવગઢ બારીઆ