Back

દેવગઢ બારીયા પંથકમાં ધોધમાર વરસાદનું આગમન

દેવગઢ બારીયા પંથકમાં રાતના  લગભગ દસેક વાગ્યાના સુમારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું.  ચાલુ વર્ષે વરસાદ સારો એવો પડ્યો છે સમગ્ર રાજ્યમાં વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી લોકોને હચમચાવી દીધા હતા ત્યારે દેવગઢબારિયા પંથકમાં સાંજના સમયે ગાજવીજ સાથે મૂસળધાર વરસાદ વરસવા લાગતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી  હતી.

  ધોધમાર વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી ભરાતા વાહનચાલકોને અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો હતો ,અને કેટલા ખેતરોમાં પાણી ભરાયા હતા .મુશળધાર વરસતા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે તો ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી