Back

દેવગઢ બારીયા પંથકમાં ઠેરઠેર શ્રીજીની ધામધૂમથી પ્રતિષ્ઠા

    દેવગઢ બારીયા પંથકમાં ગણેશ ચતુર્થી એ ઠેરઠેર ગણપતિ બાપાની પ્રતિમાની ભારે શ્રદ્ધાપૂર્વક ધાર્મિક વિધિ સાથે સ્થાપના કરાય છે.

   શ્રીજીની સ્થાપના કરવા માટે પાચેક દિવસથી તૈયારીઓ થઈ રહી હતી. શ્રીજીની સ્થાપના માટે માંડવડીની સજાવટ, લાઇટિંગ અને વિવિધ ડેકોરેશન કરવામાં આવ્યું  છે. દેવગઢ બારીયાના ગણેશ મંડળોએ વિવિધ જગ્યાએથી શ્રીજી પ્રતિમાઓ લઈ આવી ડીજેના તાલ સાથે આતશબાજી વચ્ચે નાચગાન કરતા પોતાના વિસ્તારમાં શ્રીજીને લઈ ગયા હતા.સરકલ બજાર,ખોખા બજાર, સ્ટેશનરી શેરી ,ટાવર પાસે ,સુથારવાડા ,ઘાટી ફળિયા ,રાણીવાવ ફળિયા, સંચા ગલી વગેરે  મંડળોએ શાસ્ત્રોક્ત વિધિથી ભૂદેવો પાસે સ્થાપના કરીછે, તેમજ શ્રીજીમાં શ્રદ્ધા રાખતા પરિવારોએ નાની શ્રીજી પ્રતિમા લાવી ઘરે તેની સ્થાપના કરી છે.

મંડળો 10 દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કરી આનંદ ચૌદશે આતશબાજી ડીજેના તાલે શ્રીજીનું આવતા વર્ષે જલ્દી આવો ના વચન સાથે દેવગઢ બારીયાના જળાશયોમાં વિસર્જન કરશે.


વાત્સલ્ય ન્યુઝ 

દેવગઢ બારીઆ