Back

દેવગઢ બારીયા પંથકમાં આવેલ બારીયા પિપલોદ ના માર્ગને થિંગડા મારવાનું કામ ચાલુ

   દેવગઢ બારિયામાં આવેલ બારીયા  પિપલૉદ રોડને થીંગડાં મારવાનું કામ ચાલુ કર્યુ  છે .દેવગઢ બારિયામાં વરસાદના લીધે  રોડ પર ગાબડા પડી ગયા છે, અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે .કેટલાક સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ,નોકરિયાતોને તેમજ પેસેન્જરોને પણ હાલાકી ભોગવવી પડે છે ત્યારે તંત્ર દ્વારા માટી વાળી કપચી જ વારંવાર નાખવામાં આવે છે.

દેવગઢ બારીયાના ધંધા રોજગારીથી ધમધમતા પિપલોદ બારીયાને જોડતા ઉબડ ખાબડ માર્ગ થી  સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આક્રોશ ફેલાય રહ્યો છે.

દેવગઢ બારીયા પંથકમાં આવેલો પીપલોદ બારીયા રોડ અત્યંત બિસ્માર થઈ ચૂક્યો છે .ઉબડખાબડ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ઊટ સવારીનો અનુભવ કરાવતા હોય વાહનોની સાથે સાથે લોકોના હાડકા પાસળાના  સાંધા ઢીલા કરી નાખી છે .વાહન વ્યવહાર થી સતત ધમધમતા આ રોડ પર બિસ્માર માર્ગની સમસ્યા પણ સ્થાનિકો માટે શિરોવેદના સમાન બની રહી છે.