Back

દેવગઢ બારીઆ પંથકમાં ખેતી ને નુકસાન કરતાં ભૂંડો ના ત્રાસ થી બચવા જાત જાતના નુસખા

   દેવગઢ બારીઆ પંથકમાં ભૂંડો ની સંખ્યામાં વધારો થવાથી ખેતી ને નુકશાન પહોંચાડી રહ્યા છે. હવે ખેડૂતોને પાકને ભૂંડોનાં ત્રાસથી બચાવવા સાડી ની વાડ બાંધે છે. 

   ભૂંડો ના ત્રાસ થી બચવા ખેડૂતો ખેતરોમાં સાડીની વાડ બનાવીને પોતાના પાકને રક્ષણ આપી રહ્યા છે. 

  દેવગઢ બારીઆ પંથકમાં ખેતી પર નભતા ખેડૂતોની દયનીય સ્થિતિ છે.ખેતરોમા પાક તૈયાર થાય એટલે રાત દિવસ પાક સાચવવા ખેતરોમાંં જ રહેવું પડે છે. કેટલાક ખેડૂતોને ખેતરો દુર હોવાથી ઘરે જમી પરવારી ને રાત વાસો કરવા માટે પોતાના ખેતરે જવુંં પડે છે. ખેતર સૂનું પડે ત્યા જ ભૂૂંડોનાં ટોળે ટોળા ખેતરોમાંં ત્રાટકી પાકને નુકસાન પહોંચાડે છે,જેને કારણે ખેડૂત દેવાદાર બની જાય છે. કેમ કે ખેત ધિરાણ લઈને ખેડૂતો ખેતી કરતા હોય છે અને પાકને ભૂંડોથી બચાવવા ખેડૂતો જાત જાતના નુસખા અપનાવે છે. ખેતરની ચારે બાજુ સાડીઓની વાડ બનાવવામાં આવે છે અને કેટલાક લોકો ખેતરોની વચ્ચે માણસનુંં પૂતળું બનાવી ને રાખે છે. ઉપરાંત રાત્રીનાંં સમયે ફટાકડા પણ ફોડવામાં આવે છે. પાકની સાચવણી માંં એકાદ દિવસ પણ ચુક થાય તો આખા વર્ષની ખેડૂતની મહેનત પર પાણી ફરી વળે છે. ભૂંડો ની  સંખ્યામાં વધારો થવાથી ખેડૂતો પણ વધારે પરેશાન થઈ રહ્યા છે. 

વાત્સલ્ય ન્યુઝ 

દેવગઢ બારીઆ