Back

દેવગઢ બારીઆ તાલુકાની નાનીઝરી ગ્રામ પંચાયત દ્વારા ડસ્ટબીનનુ વિતરણ કરવામાં આવ્યુ

  દેવગઢ બારીઆ તાલુકાના નાનીઝરી ગામે ગ્રામ પંચાયત દ્વારા નાનીઝરી ગામમાં આવતી દરેક નાની મોટી દુકાનો પર ડસ્ટબીનનુ વિતરણ કરવામાં આવ્યુ છે. અત્યારે લોકો કચરો ગમે ત્યા મન ફાવે તેમ ફેંકતા જોવા મળે છે તેનાં લીધે લોકોને બીમારી નો ભોગ બનતાં હોય છે ત્યારે આવી ડસ્ટબીન આપેલી હોવાથી દુકાનદારો ગ્રાહકોને પણ કચરો કચરા પેટી માં નાખવામાં જણાવે છે તેથી ગંદકી થવાનો ભય રહેતો નથી. આખા ગામમાં ૩૦ જેટલી ડસ્ટબીનનુ વિતરણ કરવામાં આવ્યુ છે.