Back

દેવગઢ બારીઆ તાલુકાની તેમજ ધાનપુર તાલુકાની શાળાઓનુ વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું

ડો.વિક્રમ સારાભાઈ જન્મ શતાબદી વર્ષ અંતર્ગત દેવગઢ બારીઆ તાલુકાની તેમજ ધાનપુર તાલુકાની શાળાઓનુ વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું  


તા.૨૧/૦૯/૨૦૧૯ ના રોજ દેવગઢ બારીઆ શહેરમાં આવેલી સરકારી ટ્રેનિંગ કોલેજ મુકામે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી બચુભાઈ એમ ખાબડ સાહેબ, તાલુકા પ્રમુખશ્રી અમરસિંહ રાઠવા સાહેબ તેમજ શાળાઓના શિક્ષકો હાજર રહ્યા હતા.

રાજ્યકક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવા બદલ બાળકો અને માર્ગદર્શક શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી .બાળ વૈજ્ઞાનિકોને ભવિષ્યના સારા નાગરિકો બનવા અને ભારત દેશને વિશ્વ ફલક ના ઉચ્ચતરે લઈ જવા શુભેચ્છાઓ આપી હતી .સરકારી ટ્રેનીંગ કોલેજ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ૬૩ જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી હતી જેમાં નિર્ણાયકો દ્વારા વિભાગ મુજબ શ્રેષ્ઠ કૃતિઓને પસંદ કરી વિજેતા જાહેર કરી હતી.