દેવધા ગામે દાહોદ ગરબાડા રોડ વચ્ચે ઝાડ પડતા વાહન વ્યવ્હાર ખોરવાયો;ટ્રાફિક જામ ના દ્શ્યો સર્જાયાં
દાહોદ જિલ્લાનાગરબાડા તાલુકા સહિત સમગ્ર તાલુકા મા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે શિયાળા ના આરંભે જ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.તેમાં ગરબાડા તાલુકા મા ગઇકાલ થી ઝરમર પરંતુ એકધારો વરસાદ ચાલુ થયો છે જેના કારણે ખેતી ના પાકને ભારે નુકશાન થવા પામ્યું છે
વેસટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે શહેર સહિત સમગ્ર તાલુકા મા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો ત્યારે ગરબાડા તાલુકાના દેવધા ગામે દાહોદ ગરબાડા રોડ વચ્ચે ઝાડ ધરસયી થતાં વાહન વ્યવ્હાર ખોરવાયો તેમજ ટ્રાફિક જામ ની લાંબી કતારો જોવા મળી હતી



