Back

તળાવ મા અંદાજે ૩૫થી૪૦ વર્ષના પુરુષના ડૂબ્યા ને આજે ચોથો દિવસ લાશ હજુ સુધી મળી નથી.

તારીખ ૧૯/૧૨/૨૦૨૦ ના રોજ ગરબાડા તાલુકાના ગાંગરડા ગામમાં રહેતા   પરમાર નરેશભાઈ પશવાભાઈ  બિમાર હતા ત્યારે પશવા ભાઈ અને તેના પત્નિ તાંત્રિક વિધિ કરાવા ગામના ભુવા પાસે ગયા હતા ત્યારબાદ તાંત્રિક વિધિ પતાવી દિવસના 3 વાગ્યા ના સમયે ઘર તરફ  જઇ રહ્યાં હતા ત્યારે રસ્તા માં ગાંગરડા તળાવ આવતા  અચાનક નરેશ ભાઈ કપડા કાઢી તળાવ તરફ દોડી ગયા અને તળાવ માં ડુબકી મારી હતી ત્યાર પછી તે તળાવ માથી બહાર ના આવતા તેની પત્નિ એ ગામ ના આગેવાનો ને જાણ કરી હતી  ગામ જનો  દ્વારા શોધખોળ કરતા નરેશ ભાઈ ની લાશ મળી ના હતી તેથી ગામના આગેવાનો દ્વારા ગરબાડા પોલીસ ને જાણ કરતા ગરબાડા પોલીસ તેમજ મામલતદાર ઘટના સ્થળે પહોચી ગયા હતા અને ત્યારબાદ દાહોદ ફાયર બ્રિગેડ રેસ્ક્યુ ટીમ,ગોધરા ફાયરબ્રિગેડે રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ કરતા મુત્દેહ ના મળતા NDRF ની ટીમ ને બોલવા માં આવી હતી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયરબ્રિગેડ ટીમ એમ ચાર ટીમો દ્વારા શોધખોળ કરવા  છતાં હજુ સુધી નરેશ ભાઈ નો મૃતદેહ મળયો નથી આજે નરેશ ભાઈ ને ડૂબ્યા નો ચોથો દિવસ થયો છે છતાં લાશ મળી નથી

આ ઘટના સંદર્ભે ગરબાડા પોલીસ દ્વારા તપાસ ચાલુ છે

 નરેશ ભાઈ ની લાશ મળે તે પછી આ ઘટના સંદર્ભે ખુલાસો થાય તેમ લાગી રહ્યુ છે.

ગરબાડા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..