Back

ગરબાડા તાલુકાના ખારવા ગામ પાસે બાઇક ચાલક અને પેટ્રોલ - ડિઝલ ના ટેન્કર વચ્ચે ભયંકર અક્સ્માત

સવાર ના ૧૧ વાગ્યા ના સમયગાળ દરમિયાન ગરબાડા તાલુકાના ખારવા ગામે પેટ્રોલ ડીઝલ ના ટેન્કર અને બાઇક વચ્ચે ભયંકર અક્સ્માત સર્જાયો હતો 

 ગરબાડા તાલુકા મા આવેલ ગરબાડા ના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખાલી કરી  ટેન્કર દાહોદ તરફ  જઈ રહ્યું હતું ત્યારે  દાહોદ થી ગરબાડા તરફ જીજે ૨૦ એસી ૦૯૪૨ નો બાઇક ચાલક પુર ઝડપે આવી ટેન્કર સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં  બાઈક દૂર સુધી ફંગોળાઈ હતી અને બાઇક નું આગલું વ્હીલ નીકળી ને દૂર ફેંકાઈ ગયું હતું બાઇક ચાલક પણ બાઇક થી દુર ફેંકાયો.

આ અક્સ્માત મા બાઈક ચાલક ને ગંભીર ઇજા પહોંચી હતી  ગ્રામ જાણો  દ્વારા ૧૦૮ ને ફોન કરતા બાઇક ચાલક ને  તરત જ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો  બાઇક ચાલક ની હાલત નાજુક જાણવા મળી રહેલ છે તથા પોલીસ ને  જાણ કરાતા ગરબાડા ના પી.એસ.આઇ. પી.કે જાદવ અને તેમની ટીમ ઘટના સ્થળે  પહોંચ્યા હતા.

ગરબાડા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..