Back

ગરબાડા:તાલુકા પંચાયત કચેરી ની બારીના કાચ તૂટ્યા: કચેરી પાસેથી દારૂની ખાલી બોટલો જોવાતા અસામાજિક તત્ત્વો દ્વારા હીન કૃત્ય કર્યો હોવાની આશંકા,

ગરબાડા તાલુકા પંચાયત ની બાંધકામ શાખા ની બારીના કાચ કોઈ અજાણ્યા ઈસમોએ તોડી નાખતા પોલીસ ને જાણ કરાઇ, તાલુકા પંચાયતની પાછળ ના ભાગમાં જ્યાં બારીના કાચ તોડવામાં આવ્યા ત્યાં અને દારૂની ખાલી બોટલો પણ જોવા મળી,તો સુ કોઈએ દારૂનો નશો કર્યા બાદ આ કામ કર્યું કે પછી અન્ય કોઈ કારણોસર આ કાચ તોડવામાં આવ્યા જે બાબત તપાસનો વિષય બની

 ગરબાડા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાની બારીના કાચ તારીખ ૬ના રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તોડી નાખવામાં આવતા આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ગરબાડા દ્વારા તારીખ ૭ મીના પોલીસ ને ઘટતી કાર્યવાહી કરવા માટે અરજી આપવામાં આવી હતી. જે બાબત ની તપાસ કરવા તાલુકા પંચાયતની મુલાકાત લેતા તાલુકા પંચાયતની પાછળના ભાગમાં જ્યાં બારીના કાચ તોડવામાં આવ્યા ત્યાં અનેક દારૂની ખાલી બોટલો પણ જોવા મળી હતી તો શું કોઈએ દારૂનો નશો કર્યા બાદ આ બારીના કાચ તોડ્યા હશે કે પછી અન્ય કોઈ કારણોસર આવું કૃત્ય કરવામાં આવ્યું અને દારૂની બૉટલનો ઉપયોગ કોણ કરે છે જે બાબત પણ તપાસનો વિષય બની છે

ગરબાડા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..