Back

ગરબાડા તાલુકાની મોટા ભાગની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોમાં અનાજ નો પૂરતો જથ્થો ન મળતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે

આદિવાસી બાહુલ્ય ધરાવતો ગરબાડા તાલુકા માં કુલ ૫૮ જેટલી અનેક સસ્તા અનાજની દુકાનો આવેલી છે અને અવારનવાર આ સસ્તા અનાજની દુકાનો ખાતે લાભાર્થીઓ દ્વારા સંચાલકો વિરુદ્ધ અનેક ફરિયાદો પણ ભૂતકાળમાં થવા પામી છે સંચાલકો દ્વારા બારોબાર અનાજ કાળા બજાર માં મોકલી દેવા તો હોવાના છડેચોક આક્ષેપો પણ ઉઠવા પામ્યા છે ત્યારે તાલુકા માં  આવેલ તમામ સસ્તા અનાજની દુકાન ખાતે કેટલાક લાભાર્થીઓ અનાજ લેવા પહોંચ્યા હોય પરંતુ ત્યાં સંચાલક દ્વારા આ અનાજનો જથ્થો ઓછો અપાતો હોવાનું જણાતુ હોય છે  આ બાબતે લાભાર્થીઓએ ભુતકાળ માં અનેક સવાલો ઉઠાવ્યા હતા પરંતુ સંચાલક ટસનો મસ ન થતા આખરે લાભાર્થી ઓ હેરાન પરેશાન થઈ જાય છતાં સરકાર દ્વારા ગરીબોને  અપાતુ અનાજ ગરીબો સુધી પુરતા પ્રમાણમાં પહોચતુ નથી લાભાર્થીઓએ ભુતકાળ માં અનેક વાર  સસ્તા અનાજની દુકાનો ખાતે ભારે હોબાળો મચાવ્યો  અને આ સંદર્ભે ઉચ્ચસ્તરે રજૂઆત કરવા છતાં કોઇ પ્રકાર નો ફેરફાર જોવા મળતો નથી લાભાર્થીઓ દ્વારા કેહવા માં આવે છે કે સંચાલક દ્વારા બારોબાર લાભાર્થીના અંગૂઠા લઈ અનાજ કાલા બજાર માં સંચાલકો મોકલતા હોવાની પણ ભારે ફરિયાદો ઉઠી રહી છે ગરીબો ને આપવામા આવતા અનાજ ઉપયોગ સંચાલકો પોતના ખિસ્સા ભરવા કરી રહ્યાં છે.

ત્યારે આ સંબંધે લાગતા વળગતા તંત્ર દ્વારા જો તપાસનો ધમધમાટ આરંભ કરવામાં આવે તો આ સસ્તા અનાજની દુકાન નો વહીવટ સામે આવે તેમ છે.

ગરબાડા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..