Back

ડાંગ જિલ્લામા ચૂંટણી પ્રચાર માટે સરકારી મિલકતોનો ઉપયોગ કરી શકાશે નહિ ;

ડાંગ - મદન વૈષ્ણવ

ભારત નિર્વાચન આયોગ દ્વારા ૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૦નો કાર્યક્રમ જાહેર કરેલ છે. જે મુજબ જીલ્લામાં મતદાનની તા.૦૩/૧૧/૨૦૨૦ તેમજ મતગણતરીની તા.૧૦/૧૧/૨૦૨૦ નક્કી કરવામાં આવેલ છે.

મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ (સને ૧૯૫૧ના મુંબઇ અધિનિયમ ૨૨) ની કલમ-૩૭(૧)(છ) પ્રમાણે મળેલ સત્તાની રૂએ શ્રી ટી.કે.ડામોર, (જી.એ.એસ), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ડાંગ-આહવા દ્વારા, આ પેટા ચૂંટણી-૨૦૨૦ની તબક્કાવાર પ્રક્રિયા દરમ્યાન ચૂંટણી આચાર સંહિતાને ધ્યાનમાં રાખતા કાયદો-વયવસ્થાની જાળવણી સારૂ તથા જાહેર હિત અને જાહેર સલામતીને કારણે ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ આજથી તા.૧૨/૧૧/૨૦૨૦ સુધી નીચે જણાવેલ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જે મુજબ કોઈપણ ઉમેદવાર કે વ્યકિતએ પોતાના ચૂંટણી પ્રચાર અંગે જાહેર માર્ગો સાર્વજનીક માર્ગો, જાહેર કે સરકારી મકાનો, જગ્યાઓ, મિલ્કતો કે માર્ગો બંને બાજુઓ વાહન વ્યવહાર માટે વપરાતા પ્રવર્ત રહેતા રસ્તા ક્રોસીંગ, ચાર રસ્તા, એસ.ટી. સ્ટેન્ડ, શેરીઓના, નાકા-મકાનો જાહેર મિલ્કતો તથા વીજળી અને ટેલીફોન થાંભલા જેવી સરકારી મિલ્કતો સહીત તમામ પ્રકારની જગ્યાએ વિશાળ મકાનો દરવાજાઓ, જાહેર પાટીયા, બેનરો, ધજા, પતાકા,ભીત ચિત્રો વિગેરે ચૂંટણીના પ્રચાર માટે મુકવા કે ઉભા કરવા નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ (સને ૧૯૫૧ ના મુંબઇ અધિનિયમ૨૨) ની કલમ -૧૩૧ (૪) મુજબ સજાને પાત્ર થશે.
-

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..