Back

આહવા યુવા ગ્રુપ દ્વારા કોરોના વાયરસ ને લઈ જીવન અસ્ત વ્યસ્ત થતાં ગરીબોને અનાજ વિતરણ કરાયો

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કોરોના વાયરસ ને લઈને જન જીવન અસ્તવ્યસ્ત થતાં આહવા યુવા ગૃપ દ્વારા ગરીબોને અનાજ નું વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવી 

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ને લઈને રાજ્યમાં લોકડાઉન જાહેર થતાં જનજીવન અસ્તવ્યસ્ત થતાં ડાંગ જિલ્લામાં આહવા ખાતે યુવા ગ્રુપ દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવી છે દેશમાં  કોરોનાના પીડિતોની સંખ્યા વધી રહી છે.જેને લઇને ગામડાઓમાં ભરાતા હાટ બજારને પણ બંદ રાખવાની સૂચના આપવામાં આવી છે, હાટ બજાર એટલે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોની લાઈફ લાઈન ગણવામાં આવે છે. અઠવાડિયામાં એક વખત જુદાજુદા ગામડાઓમાં વાર પ્રમાણે ભરાતા આ હાટ બજારમાંથી ગામડાનો લોકો જીવન જરૂરિયાત ની વસ્તુઓ આખા અઠવાડિયાના બજાર માંથી ખરીદી કરતાં હોય છે ત્યારે  હવે કોરોના વાયરસના કારણે ગામડાઓ માં ભરાતા હાટ બજાર ને પણ બંદ કરી દેતાં સમગ્ર ગામડાઓમાં પણ જન જીવન અસ્તવ્યસ્ત થઈ જતાં ગ્રામ્ય વિસ્તારના લોકોની મુશ્કેલીઓ માં પણ વધારો થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આવા સમયે ડાંગ જિલ્લાના મુખ્ય મથક ના આહવા યુવા ગ્રુપે જરૂરિયાત વસ્તુઓ લોકોને આપી માનવતાની મહેક પ્રસરાવી હતી 

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..