Back

ડાંગ; વધઇ ખાતે ૩૨ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી કરાઇ

 ડાંગ ;- મદન વૈષ્ણવ

વઘઇ પોલીસ દ્વારા જન જાગૃતિ રેલી કાઢી લોકો ટ્રાફીક નિયમો અંગે માહિતગાર કર્યા
વઘઇ;તા.૨૦ , ૩૨ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ દિન નિમિત્તે વઘઇ પોલીસ મથક દ્વારા અકસ્માત થી બચવા જન જાગૃતિ રેલી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ રેલી માં હોમગાર્ડ જીઆરડી જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને અકસ્માત થી કઈ રીતે બચી શકાય તેના બેનરો સાથે સુત્રોચાર કરી નગર ના અલગ અલગ વિસ્તાર મા ફરી ને લોકો ને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો જયારે વઘઇ પોલીસ મથક ના પીએસઆઈ ડી ડી વસાવા ટ્રાફીક પીએસઆઈ જયેશ વળવી એ વાહન ચાલકો તેમજ નગરજનો ને માર્ગ અકસ્માત માં કઇ રીતે બચી શકાય એ માટે ની જાગૃતિ લાવવા માટે ના પેમ્પલેટ વહેચી માહિતગાર કર્યા હતા અને અકસ્માત થી બચવા તકેદારી ના ભાગરૂપે મોટર સાઇકલ ચલાવતી વખતે ફરજીયાત હેલ્મેટ પહેવુ જોઇએ તેમજ કાર ચાલકો એ ફરજિયાત સીટ બેલ્ટ બાંધી ગાડી હંકારવી જોઇએ તેમજ વાહન ચાલકો એ ટ્રાફીક નિયમો નો ચુસ્ત પણે અમલ કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે વધઇ પીએસઆઇ એન ડી ડામોર જીલ્લા ટ્રાફિક ના પીએસઆઈ જયેશ વળવી પોલીસ કમીઁ સંજયસિંહ સોમનાથભાઇ રમણીક મકવાણા સહિત અન્ય પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..